તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:માણસામાં પૈસાની લેતીદેતીમાં વેપારી ઉપર હુમલો કરાયો

માણસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુમલાખોરે જાનથી મારી નાખવા ધમકી આપી

માણસા તાલુકાના ચરાડા ગામના મૂળ રહેવાસી અને હાલ માણસા શહેરના ગાંધીનગર રોડ પર આવેલ ગાયત્રી મંદિર પાસેના વ્રજ એવન્યુમાં રહેતા અને વિજય કોમ્પ્લેક્સ ખાતે પ્રાન્સી સીડ્સ એન્ડ પેસ્ટીસાઈઝડ પ્રા.લિમિટેડ એકમમાં બિયારણનો વેપાર કરતા 44 વર્ષીય બિપિનકુમાર રમણલાલ પટેલ ગુરુવારે સવારે 11 વાગે માણસા જીઆઇડીસી સામેના રોડ પર પોતાની ગાડીમાં બેસી ફોન પર વાત કરી રહ્યા હતા તે સમયે રાજપુરા ગામનો વિક્રમભાઈ રણછોડભાઈ પટેલ નામનો યુવક તેમની પાસે આવ્યો હતો

અને પૈસાની ઉઘરાણી કરવા લાગતા બીપીનભાઈ ફોન પૂરો થાય એટલે વાત કરું એવું કહ્યું હતું પરંતુ લાંબો સમય ફોન ચાલુ રહેતા ઉઘરાણી માટે આવેલો આ શખ્સ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મારા પૈસા પાછા ક્યારે આપે છે તેવું જણાવી ગાળો બોલતા ગાડીમાં બેઠેલા વેપારીએ ગાળો બોલવાની ના પાડતા તે વધુ ઉશ્કેરાઇ જઇ લાકડી લાવી બીપીન ભાઈને જમણા પગે અને બરડાના ભાગે માર મારવા લાગ્યો હતો. હુમલાખોરે જતા જતા મારી નાખવાની ધમકી આપી હતી જેથી હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા વેપારીએ પ્રાથમિક સારવાર બાદ માણસા પોલીસ સ્ટેશને નાણાની ઉઘરાણી બાબતે લાકડી વડે હુમલો કરનાર વિક્રમભાઈ રણછોડભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...