તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માણસા પાસે દારૂ , બીયરની 432 બોટલ સાથે 5 શખસ પકડાયા

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિહાર ચોકડી નજીક માણસા પોલીસે કરેલી તપાસમાં
  • પોલીસે 4.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

માણસા તાલુકાના વિહાર ચોકડી પાસે શુક્રવારે રાજસ્થાનથી દારૂ અને બિયરનો જથ્થો લઇ આવેલા ચાર ઈસમો અને આ જથ્થો મંગાવનાર સહિત પાંચ ઈસમોને માણસા પોલીસે દારૂ અને બીયરની 432 બોટલો મળી કુલ ચાર લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે ઝડપી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માણસાના PSI જી.એ સોલંકી તથા એ.એસ.આઈ મુકેશસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિહાર ચોકડી પાસે પહોંચ્યા તે સમયે રોડની બાજુમાં એક બાઈક તથા નંબર પ્લેટ વિનાની સફેદ ઇકો ગાડી પાસે પાંચ ઈસમો ની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેમની પાસે જઇ પૂછપરછ કરવાની કોશિશ કરતા તેમણે ભાગવાની કોશિશ કરી હતી.

આ દરમિયાન પોલીસે તેમનો પીછો કરી તમામને ઝડપી ઇકો ગાડીની તલાશી લેતાં તેમાંથી દારૂ અને બીયરની 432 નંગ બોટલો મળતા પોલીસે તેમના નામ પુછતા તેમણે પોતાના નામ નિલેશ શાંતિલાલ ખરાડી રહે.કાકરા ડુંગરા, મોતીલાલ દોલતરામ ગામિતી રહે.તલૈયા, નીતિન શંકરલાલ ફનાત રહે.ચીકલી ગામ, કૈલાશ લાલુભાઇ અહારી રહે.નલવા, રાજસ્થાન તથા હિતેશસિંહ રમણ સિંહ દેવડા રહે.ખાટાઆંબા હોવાનું જણાવ્યું હતું.

આરોપીએ વધુમાં જણાવ્યુ હતુ કે દારૂ અને બિયરનો જથ્થો હિતેશ સિંહ દેવડાએ મંગાવ્યો હોવાથી રાજસ્થાનના આ ચાર ઈસમો ઈકોમાં દારૂભરી તેમની આગળ બાઈક સાથે પાયલોટિંગ માણસા તાલુકાના વિહાર ચોકડી પર દારૂ બિયરની આપલે માટે ભેગા થયા હતા પોલીસે આરોપીઓની અટકાયત કરી 106284નો દારૂ અને બિયર, 5 મોબાઈલ, 3 લાખની ઈકો અને બાઇક મળીને કુલ 429784નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...