તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:માણસામાં ફોઈના ઘરે રહેતી 14 વર્ષની સગીરા ગૂમ થતાં ફરિયાદ

માણસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોઈએ ગુનો નોંધાવતાં પોલીસે શોધખોળ આદરી
  • પિતાના મૃત્યુ બાદ 2 બા‌ળકો દાદાને ત્યાં રહેતાં હતાં પણ વૃદ્ધાવસ્થાના કારણે માણસામાં પરણાવેલી પુત્રીને ત્યાં સારસંભાળ માટે મોકલ્યા હતાં

માણસા તાલુકાના એક ગામમાં ફોઈના ઘરે રહેતી સગીરા ગૂમ થતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના વતની અને નડિયાદ ખાતે 2 બાળકો સાથે રહેતા યુવાનનું 3 વર્ષ અગાઉ અવસાન થયું હતું. જેમાં પત્નીએ બીજા લગ્ન કરી લેતાં તેના 14 વર્ષની પુત્રી અને 13 વર્ષનો પુત્ર માતાની સાથે થોડા સમય રહ્યાં બાદ છેલ્લા 2 મહિનાથી બંને બાળકો તેમના દાદાને ત્યાં રહેવા આવ્યા હતા.પરંતુ વૃદ્ધાવસ્થાના કારણે તેમણે આ બંને બાળકોને માણસા પાસેના એક ગામમાં પરણાવેલી આવેલી પુત્રીને ઘરે સાર સંભાળ માટે મોકલ્યા હતા.

આ બંને બાળકો પણ તેમના ફોઈના ઘરે શાંતિથી રહેતા હતા જેમાં શુક્રવારે મહિલાના પતિ રાત્રે નોકરી ગયા બાદ મહિલાના બે બાળકો અને તેમના ભત્રીજો અને ભત્રીજી પાંચે જણા જમી પરવારીને સુઈ ગયા હતા. પરંતુ વહેલી સવારે ચાર વાગ્યે મહિલાએ જાગીને જોયું તો તેમની ભત્રીજી તેના ખાટલામાં જણાઈ ન હતી અને મહિલાનો મોબાઈલ પણ ગાયબ હતો. જેથી તેમણે આજુબાજુ શોધખોળ કરી અને સવારે જ્યારે તેમના પતિ ઘરે આવ્યા ત્યારે પણ ગામમાં તેમજ સગા સંબંધીઓને ત્યાં પૂછપરછ કરી પણ સગીરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી ભારે શોધખોળ બાદ સગીરાના ફોઈએ તેમની 14 વર્ષ 8 માસની ભત્રીજી ઘરેથી કોઈને કહ્યા સિવાય ચાલી ગઈ હોવાની અથવા કોઈ ઈસમ લલચાવી ફોસલાવી જાર કર્મ કરવાનાં ઇરાદે ભગાડી ગયો હોવાની શંકા દર્શાવી માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...