સરગાસણની સહજાનંદ સર્જન સોસાયટીમા રહેતો પરિવાર મોડાસા દિકરાની સારવાર કરાવવા માટે મકાન બંધ કરીને ગયો હતો. જેનો લાભ લેતા તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યુ હતુ. ઘરમાં બેડરુમમા મુકવામા આવેલી ડ્રોઅરમાંથી દારદાગીના સહિત 1.64 લાખની માલમત્તાની ચોરી કરી અજાણ્યા ચોર પલાયન થઇ ગયા હતા. આ બનાવની ફરિયાદ સેક્ટર 7 પોલીસ મથકમા કરવામા આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
29 વર્ષિય આકાશ રજનીકાંત પ્રજાપતિ (રહે, સહજાનંદ સર્જન સોસાયટી, સરગાસણ)એ ફરિયાદ નોંધાવી હતી કે, હાલમા ખાનગી કંપનીમાં એંન્જિનિયર તરીકે નોકરી કરે છે. જ્યારે તેમનો 9 મહિનાના દિકરો બિમાર પડતા ગત 26મીના રોજ વતન મોડાસાના ફેમિલી તબીબ પાસે સારવાર કરાવવા તેમની પત્નિ સાથે મકાન બંધ કરીને ગયા હતા.
ચાર દિવસથી બંધ રહેલા મકાનને અજાણ્યા તસ્કરોએ નોંધમા લીધુ હતુ અને તેમા ખાતર પાડ્યુ હતુ. તેમની સોસાયટીમા રહેતા અન્ય રહિશે ફોન કરીને માહિતી આપી હતી કે, તમારા ફ્લેટનુ લોક તુટેલી હાલતમા જોવા મળી રહ્યુ છે. જેને લઇને પોલીસ કંટ્રોલ રૂમમા ફોન કરી હતી અને પરિવાર મોડાસાથી ગાંધીનગર આવી ગયો હતો.
ફ્લેટ ઉપર આવીને તપાસ કરતા એન્ટ્રી ગેટનુ લોક અને મેઇન દરવાજાનુ ઇન્ટરલોક તુટેલી હાલતમા જોવા મળતુ હતુ. જ્યારે બેડરૂમમા જોતા પલંગ ઉપર સરસામાન વેર વિખેર જોવા મળતો હતો. તે ઉપરાંત બેડરૂમનુ ડ્રોઅર પણ ખુલ્લુ જોવા મળતુ હતુ. જેમા મુકવામા આવેલા સોનાની પેંડલવાળી ચેઇન, સોનાની મણકાવાળી ચેઇન, સોનાની વીંટી, સોનાની બુટ્ટી, રસના બલૈયા, બે ચાંદીની વીંટી, એક જોડ ચાંદીની કડલી, ચાંદીના છડા, ચાંદીની પાયલ અને ચાંદીની પેંડલવાળી ચેઇન મળી કુલ 1,64,585 લાખના દાગીના ચોર ચોરી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.