26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી માણસા ખાતે રાખવામાં આવેલી છે. તે અંગેની તૈયારીની સમીક્ષા માટે આજે જિલ્લા કલેકટરે ઓચિંતી માણસાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે મેદાન તેમજ સંપૂર્ણ કાર્યક્રમને લગતી તૈયારીઓ બાબતે તમામ એજન્સીને જરૂરી આદેશો કર્યા હતા. મામલતદાર કચેરીના તમામ વિભાગો તેમજ નવી બની રહેલ રજીસ્ટ્રાર કચેરીની પણ મુલાકાત લીધી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આ વખતે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી માણસા ખાતે રાખવામાં આવી છે અને તે બાબતને લઈ તમામ વિભાગો પૂરી તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે આજે સવારે ઓફિસ સમયે જિલ્લા કલેકટર તેમના કાફલા સાથે માણસા મામલતદાર કચેરીએ ઓચિંતી મુલાકાતે આવી પહોંચ્યા હતા અને કચેરીના તમામ વિભાગોમાં કામગીરીનું નિરીક્ષણ કરી મામલતદાર સાથે બેઠક કરી હતી. જેમાં આગામી પ્રજાસત્તાક દિનની તૈયારી વિશે તૈયારીઓની માહિતી મેળવી જિલ્લા કલેકટરે જરૂરી માર્ગદર્શન અને આદેશ આપ્યા હતા.
મામલતદાર કચેરીના પરિસરમાં નવીન બની રહેલ રજીસ્ટાર કચેરીની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ 26 જાન્યુઆરીના પર્વની ઉજવણી કરવાનું આયોજન ચાલી રહ્યું છે. તે કોલેજના મેદાનમાં કલેકટર સહિત તમામ અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ બેઠક વ્યવસ્થા સહિતની બાબતો પર ચર્ચા વિચારણા કરી હતી. કલેકટરની આજની ઓચિંતી મુલાકાતથી મામલતદાર કચેરીમાં એક સમયે કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.