તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામજનોને ભારે મુશ્કેલી:ગોવિંદપુરાથી ગોઝારિયાના રસ્તાનું 9 માસથી મંજૂર કામ હજુ શરૂ થયું નથી

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માણસા તાલુકાના ગોવિંદપુરાથી મહેસાણા ગોઝારિયાને જોડતા રસ્તો બિસ્માર થઈ જતાં હાલમાં અનેક ગ્રામજનોને ભારે મુશ્કેલી પડે છે. - Divya Bhaskar
માણસા તાલુકાના ગોવિંદપુરાથી મહેસાણા ગોઝારિયાને જોડતા રસ્તો બિસ્માર થઈ જતાં હાલમાં અનેક ગ્રામજનોને ભારે મુશ્કેલી પડે છે.
  • આ બંને ગામ વચ્ચેના રોડના નવીનીકરણ માટે કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે

માણસાના ગોવિંદપુરાને મહેસાણાના ગોઝારીયા સાથે જોડતો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે. ગ્રામજનોની લાગણીને જોતા સરકારે રસ્તાના નવીનીકરણનું કામ પણ મંજૂર કરી દીધું છે. આ અંગે 9 મહિના પહેલાં કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે છતાં આજદિન સુધી રસ્તાની કામગીરી શરૂ થઈ નથી જેના કારણે આ વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ગોવિંદપુરા - ગોઝારીયાને જોડતો રસ્તો દસ વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો. જેના હાલ અત્યારે બેહાલ થઈ ગયા છે. રોડની બંને તરફથી ફેલાયેલા વૃક્ષોને પગલે રસ્તો પણ સાંકડો થઈ ગયો છે. બિસ્માર રસ્તા અંગે ગ્રામજનોની વારંવારની રજૂઆતોને ધ્યાને લઈ સરકારે નવો રસ્તો મંજૂર કરી દીધો હતો. જે અંગે ટેન્ડરની પ્રક્રિયા કરીને ટેન્ડર મંજૂર કર્યાને પણ 9 મહિના જેટલો સમય થઈ ગયો છે. આ છતાં કોઈ કારણોસર રસ્તાની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. રસ્તા પર ધૂળનું સામ્રાજ્ય છવાયેલું રહે છે.બંને તરફના વૃક્ષોને પગલે રસ્તો સાંકડો થઈ ગયો છે. જેને પગલે સામસામે વાહનો આવી જાય તો ભારે મુશ્કેલીનો સામાનો કરવો પડે છે. તેમાં પણ જો બે મોટા વાહનો સામે આવે તો નીકળવું જ શક્ય નથી.

આ સમસ્યાને પગલે ગોવિંદપુરા, સમૌ, હરણાહોડા અને ગોઝારીયા એમ ચાર ગામના લોકો પરેશાની ભોગવી રહ્યાં છે. ગ્રામજનોને બીજા રસ્તે અવરજવર કરવી પડે તો અઢી કિલોમીટરનો ફેરો વધી જાય છે. જેને પગલે વહેલામાં વહેલી તકે રસ્તાની કામગીરી થાય તે માટે ગ્રામજનોની ઉગ્ર માંગણી છે. તે પહેલાં રસ્તાના બંને તરફના વૃક્ષોનું ટ્રિમિંગ કરવા માટે ગ્રામજનોની માંગણી છે ત્યારે તંત્ર દ્વારા આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...