તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઇટાદરામાં પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલો આરોપી અંતે ઝડપાયો

માણસા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાની બાબતોમાં વહેમ રાખી પતિ અવાર-નવાર ઝઘડા કરતો હતો
 • પિયર ગયેલી પરિણીતાને પતિએ માથા તેમજ મોઢાના ભાગે પાઇપથી હુમલો કર્યો હતો: તેના જ ગામમાંથી ઝડપી જેલમાં ધકેલી દેવામાં આવ્યો

ઇટાદરા ગામે એક મહિનાથી પિયરમાં રહેવા માટે આવેલી પરિણીતાનો પતિ અચાનક તેના ઘરે આવી ચડયો હતો અને પત્ની પર શક અને વહેમ રાખી ઉશ્કેરાઈ જઈ પાઇપ વડે માથામાં તેમજ મોઢાના ભાગે ફટકા મારી મોતને ઘાટ ઉતારી ભાગી છૂટ્યો હતો જેની માણસા પોલીસે વિવિધ ટીમો બનાવી આજે આરોપીને તેના ગામમાંથી ઝડપી જેલમાં ધકેલી દીધો છે.

ઇટાદરા ગામની 25 વર્ષીય પુનમબેન નામની યુવતીને મહેસાણા જિલ્લાના મુદરડા ગામે પરણાવી હતી લગ્નજીવનના થોડા સમય બાદ આ યુવતીનો પતિ રાવળ પ્રકાશ રમેશભાઈ નાની નાની બાબતોમાં વહેમ રાખી અવાર-નવાર ઝઘડા કરતો હતો જેનાથી કંટાળી પરણીતા પોતાના બે બાળકો સાથે પિયર ઇટાદરા રહેવા ચાલી ગઈ હતી અને તેના એક મહિના પછી ગત 27 માર્ચના રોજ સાંજે મહિલાનો પતિ ઇટાદરા ગામે આવ્યો હતો અને તેની સાસરીમાં જઇ પત્ની જોડે કોઈ બાબતે શક અને વહેમ રાખી ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ આવેશમાં આવી લોખંડની પાઇપ વડે પૂનમબેનના માથામાં અને મોઢા પર જીવલેણ ફટકા મારી મોતને ઘાટ ઉતારી દઈ ત્યાંથી ભાગી છૂટ્યો હતો જે બાબતે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા માણસા પોલીસે વિવિધ ટીમો બનાવીને હત્યારા આરોપીને ઝડપી પાડવા માટે સંભવિત સ્થળો ઉપર વોચ ગોઠવી હતી દરમિયાન માણસા પીએસઆઇ સોલંકી, એ.એસ.આઇ દિનેશભાઈ મહાદેવભાઇ,મુકેશસિંહ વિગેરેની ટીમ તપાસમાં હતી ત્યારે માહિતી મળી હતી કે આરોપી ગામમાં ચરામાં છુપાયો છે જે માહિતી આધારે માણસા પોલીસે મુદરડા ગામે જઇ આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો