કાર્યવાહી:ભૂસ્તર વિભાગની ટીમ પર હુમલો કરનારા આરોપીને જેલમાં ધકેલાયો

માણસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગત જાન્યુઆરીમાં ખડાતની નદીમાં રેડ થઈ હતી
  • જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા દરખાસ્ત મંજૂર કરતાં માણસા પોલીસે ઝડપી જેલમાં મોકલી આપ્યો

માણસાના ખડાતમાં ભૂસ્તર વિભાગની ટીમ પર હુમલો કરનાર એક આરોપીને પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. માણસા તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદી કિનારે આવેલા ગામોમાં ખનીજ માફિયા બેફામ બની રેતી ચોરી કરી રહ્યા છે ગત જાન્યુઆરી મહિનામાં ખડાત ગામની નદીમાં રેડ કરાઈ હતી. વખતે સંઘપુર ગામનો જયરાજસિંહ દેવેન્દ્રસિંહ રાઠોડ તથા તેના સાથીદારો વહેલી પરોઢે ભૂસ્તર વિભાગની ટીમ પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી તેમના વાહનો છોડાવી ગયા હતા.

આ ઘટનામાં માણસા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ હુમલામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ થઈ હતી. જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ માણસા તાલુકામાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશો કરતા માણસા પી.આઇ. જતીન પ્રજાપતિએ ખનીજ ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા સંઘપુરના જયરાજસિંહ દેવેન્દ્રસિંહ રાઠોડ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરતા જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજૂર કરતાં માણસા પોલીસે આરોપીને સુરતની લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...