તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માણસા પાસેના વરસોડા ગામે રહેતા ખેડૂત એ ગામના રોડ, રસ્તા, મકાનો, આકારણી સંબંધિત માહિતી માંગી હતી જેના જવાબમાં તલાટીએ આપેલી માહિતી થી તેમને સંતોષ ન થતાં પ્રથમ અપીલ કરી સ્પષ્ટ અને પૂરી માહિતી માંગતા માહિતી આપવાના બદલે તલાટીએ અરજદારને કાયમી ધોરણે બ્લેકલીસ્ટ કરવાની કાર્યવાહી કરવાનું કહેતાં આ મુદ્દે હવે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ છે.
માણસાના વરસોડા ગામે રહેતા ઈશ્વરસિંહ જગતસિંહ ચાવડાએ ગત સપ્ટેમ્બર મહિનામાં વરસોડા ગામના રબારી વસાહતમાં આવેલા સરવે નંબરના મકાનો એન.એ થયેલા છે કે નહીં તેમજ ત્યાં બનાવવામાં આવેલા આર.સી.સી.રોડ કઈ ગ્રાન્ટમાંથી કયા વર્ષમાં બન્યા તેની માહિતી, સરવે નંબર 763 અને 764 માં બનાવવામાં આવેલ રોડ કોની ગ્રાન્ટમાંથી બન્યો છે તેની માહિતી, ગામની આકારણી કઈ સાલમાં કરવામાં આવી અને તેનો અમલ કઈ સાલથી કરવામાં આવ્યો અને તે વખત કયા તલાટી અને સરપંચ હતા તેની માહિતી,
પોતાના પ્લોટને આકારણી પત્રકમાંથી દુર કરવા બાબતની માહિતી અને ગામના રૂપાવેલ નાળિયામાં આર.સી.સી.રોડ બાબતની માહિતી ગ્રામ પંચાયત પાસે માંગી હતી જે બાબતે તલાટીએ માહિતી પૂરી પણ પાડી હતી. પરંતુ અરજદારને માહિતીથી સંતોષ ન થતા અને અધુરી માહિતી લાગતા તેમણે ઉપરી માહિતી અધિકારીને અપીલ કરી સાચી સ્પષ્ટ અને પુરી માહિતી માંગી હતી.
આ સાથે આ સંબંધિત અન્ય માહિતી તલાટી પાસે માંગી હતી. જેથી અવાર-નવાર માહિતી માંગનાર અરજદાર પર તલાટીએ આરટીઆઇ કાયદાનો દુરૂપયોગ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં તેઓએ તલાટીને સરકારી કામગીરી તેમજ પ્રજાલક્ષી કામગીરીમાંથી વિમુખ કરવાનો ઈરાદો રાખી અરજી કરતા હોવાનું માનીને આરટીઆઈના અરજદાર તરીકે બ્લેકલિસ્ટ કરવા માટેની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. જેને પગલે હવે અરજદારે આ બાબતની જાણ જિલ્લા વિકાસ અધિકારીને કરી યોગ્ય તપાસ કરી ન્યાયની માંગ કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.