ધાર્મિક:માણસાના મંદિરોમાંથી માટી તેમજ જળ એકત્રિત કરાયા

માણસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણની કામગીરી શરૂ થઇ છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો માણસાના ગામોના મંદિરની માટી અને જળ એકત્રિત કરી રહ્યા છે.  જેમાં સોલૈયા મહાદેવ મંદિર, આજોલ હનુમાનજી મંદિર, માણસા આનંદ માંના વડલે વિધ્નેશ્વરી માતાજી મંદિર, લાકરોડા હનુમાનજી મંદિર, વરસોડા એકલશ્રુંગી આશ્રમ તીર્થસ્થાનોની માટી, જળ લઇને અયોધ્યા રામમંદિર માટે મોકલાઈ હતી. આનંદીમાં વડલાના ટ્રસ્ટી દિનેશ વ્યાસ, માણસા તાલુક બજરંગ દળના સંયોજક વિશાલ ચૌધરી, સહ સંયોજક પ્રશાંત રાવલ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...