આવેદન:દરેક આંગણવાડી બહેનોને મોંઘવારી મુજબ 20 હજારથી વધુ મહેનતાણું આપો

માણસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણસા આંગણવાડી બહેનોએ ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું

સમગ્ર ગુજરાતમાં સરકારી કર્મચારી પોતાના પ્રશ્નોને લઇ સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. ત્યારે માણસા તાલુકામાં પણ આંગણવાડી કાર્યકર બહેનો તેડાધર બહેનો પણ પોતાની માગણીઓ લઈને તેમની કામગીરી બંધ કરી વીસ દિવસથી માણસા નગર પાલિકા સામે આવેલ બગીચામાં 400 જેટલા કર્મચારીઓ સરકાર સામે પોતાને મળવા પાત્ર લાભો માટે પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાની આંગણવાડીની બહેનો છેલ્લા કેટલાક સમયથી તેમની વિવિધ માગણીઓ સાથે હડતાલ પર છે. તેમના જણાવ્યા મુજબ સરકાર તેમના કાર્યક્રમો કરવા માટે બહેનોનો સરકારી મશીનરીની જેમ ઉપયોગ કરે છે, પણ સરકારી લાભો આપવામાં પાછીપાની કરે છે.

આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાધર બહેનોને સરકારી કર્મચારીનો દરજ્જો આપી હાલ મળતા નજીવા વેતનની જગ્યાએ કામના પ્રમાણમાં સન્માનભેર માસિક વેતન રૂપિયા 20 હજારથી વધુ આપવું જોઈએ. સરકાર દ્વારા જાહેર થતી મોંઘવારી પ્રમાણે સમયાંતરે તેના લાભ મળવા જોઈએ. તેમની વય નિવૃત્તિ બાદ જૂની પેન્શન યોજના પ્રમાણે સરકારી લાભ મળવા જોઈએ.

આંગણવાડી બહેનોને સરકારી કાર્યક્રમનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે બરજબરી પૂર્વક ઉપયોગ ના થવો જોઈએ. તેમણે સોંપાયેલ કામગીરી જવાબદાર અધિકારીને લેખિતમાં આપવામાં આવે છે તો પણ મોબાઈલ એપ્લિકેશન દ્વારા માહિતી ભરવાની બંધ થવી જોઈએ.

માણસાના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ અને શહેર પ્રમુખ ડૉ. પંકજ પટેલ વિરોધ પક્ષના નેતા મફતલાલ પટેલ તેમજ અન્ય કોર્પોરેટરનીહાજરીમાં મીનાબેન, જયશ્રીબેન હેતલબેન તેમજ અન્ય આંગણવાડી બહેનોની વેદના સાંભળી આવેદનપત્ર સ્વીકારી સરકારને જગાડી તેમનો હકારાત્મક ઉકેલ આવે તેવા પ્રયાસ આગામી વિધાનસભા સત્રમાં કરવામાં આવશે. આગામી ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ કર્મચારીની યોગ્ય માગણી સાથે ઉભા રહેવાની સંપૂર્ણ ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...