ફરિયાદ:પુંધરા ગામમાં ઈકોના સાઈલેન્સરની ચોરીની રાવ

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણસા પંથકમાં સાઈલેન્સર ચોરતી ગેંગ સક્રિય

ઈકો ગાડીના સાઈલેન્સર ચોરતી ટોળકી હવે માણસા પંથકમાં સક્રીય થઈ છે. માણસા તાલુકાના પુંધરા ગામે ઇકો ગાડીનું સાઇલેન્સર ચોરાયું છે. પુંધરા રહેતા લુહારી કામ કરતાં મીલનકુમાર નિલેશભાઈ પંચાલ પાસે ઇકો ગાડી છે. બે દિવસ અગાઉ મીલનભાઈ આશ્રમ ચોકડીએ પોતાની દુકાનનું કામકાજ પૂરું કરી સાંજે ઘરે આવ્યા હતા.

તેમની કાર ઘરની સામે પાર્ક કરી સુઈ ગયા હતા. રાત્રિના અજાણ્યા શખ્સો દ્વારા ગાડીનું સાઇલેન્સર કાઢી ગયા હતા. સવારે ગાડી ચાલુ કરતા તેનો અવાજ બદલાયો લાગતા તેમણે નીચે જોતા સાયલેન્સર ગૂમ હતું. આજુબાજુ શોધખોળ બાદ માણસા પોલીસમાં તેઓએ સાઈલેન્સરની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માણસા પંથકમાં સક્રીય થયેલી સાઈલેન્સર ચોરી કરતી ગેંગને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...