તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:માણસા તાલુકાની સગીરા ઉપર દુષ્કર્મ કેસમાં પૂર્વ પ્રેમી સામે રાવ

માણસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંને ચાલતા જતા હતા ત્યારે સગીરાના મામાએ ઝડપી લીધા હતા
  • સગીરાને 2દિવસ અગાઉ રાતે ઘર પાસેથી ભગાડી ગયો હતો

માણસા તાલુકાના એક ગામની સગીરાને બે દિવસ અગાઉ રાત્રિના સમયે તેનો પૂર્વ પ્રેમી ઘર પાસેથી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને એક બોરકુવાની ઓરડીમાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યા બાદ બીજા દિવસે બંને જણા ચાલતા જઈ રહ્યા હતા ત્યારે સગીરાના મામાએ બંનેને ઝડપી લીધા બાદ સમગ્ર ઘટના બાબતે સગીરાએ તેની માતાને જાણ કરતા તેમણે માણસા પોલીસ સ્ટેશને દુષ્કર્મ ગુજારનાર યુવક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના એક ગામમાં રહેતા ખેત મજુર પરિવાર બે દિવસ અગાઉ રાત્રે જમીને સુઈ ગયો હતો. ત્યારે રાત્રિના બાર વાગે આ પરિવારની સગીર વયની પુત્રી ઘરની બહાર નીકળી તે સમયે તેના ઘરની સામે ગામમાં જ રહેતો અને સગીરાનો પૂર્વ પ્રેમી યુવક ત્યાં ઉભો રહેલો હતો અને તેણે સગીરાને બોલાવી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી રાત્રિના અંધકારમાં ખેતર માટે બંને જણા નીકળી ગયા હતા અને રસ્તામાં એક બોર કુવાની ઓરડી પર કોઇ હાજર નહોતું ત્યાં જઈ આ યુવકે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.

બીજી બાજુ સગીરા ઘરેથી ગુમ થઈ હોવાની જાણ થતાં તેના પરિવારે સવારથી જ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો તો સગીરા અને તેનો પૂર્વ પ્રેમી બંને જણા ચાલતા ચાલતા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે સગીરાના મામા આ બંનેને જોઈ જતા તેમણે સગીરાને પૂછપરછ કરી પોતાની સાથે લઈ ગયા હતા. તો યુવકને પણ તેના સંબંધી લઈ ગયા હતા.

આ દરમિયાન સગીરાનો પત્તો લાગી ગયો હોવાની જાણ થતા સગીરાનાં માતાએ તેમની પુત્રીને મળી સમગ્ર બાબતે પૂછપરછ કરતા તેણે લગ્નની લાલચ આપી પૂર્વ પ્રેમી એવા ગામના જ યુવકે દુષ્કર્મ ગુજાર્યુ હોવાની હકીકત જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...