ફરિયાદ:માણસા તાલુકાની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનારા યુવક સામે રાવ

માણસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાનો યુવક માણસા આવી લઇ ગયાની ફરિયાદ

માણસા પાસેના એક ગામની સગીરાને 5 દિવસ અગાઉ મહેસાણાનો એક યુવક લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. જે સગીરાના કુટુંબીજનોએ મહેસાણાથી શોધી લાવી ભગાડી જનાર યુવક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માણસાના એક ગામમાં રહેતા શ્રમિક પરિવારના ચાર સંતાનો પૈકી સૌથી નાની અને ધોરણ 1 સુધીનો અભ્યાસ કરેલ 16 વર્ષ અને 10 મહિનાની સગીરા ગત 11 તારીખે સાંજે તેની દાદીને માણસા મંદિરે દર્શન કરવા જવાનુ કહીને ઘરેથી નીકળી માણસા આવી હતી. તે વખતે અગાઉથી નક્કી કર્યા પ્રમાણે છેલ્લા બે મહિનાથી જેની સાથે ફોન પર વાતો કરતી હતી. તે મહેસાણાનો યુવક તેને લેવા માણસા આવી ગયો હતો અને સગીર વયની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી મહેસાણા તેના ઘરે લઇ ગયો હતો.

બીજી બાજુ મોડીરાત સુધી ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોએ ગામમાં તથા આજુબાજુમાં શોધખોળ કરવા છતાં તેનો પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે, તેમની પુત્રીને મહેસાણા રહેતા એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. જે માહિતી પરથી સગીરાના કુટુંબીજનો યુવકના ઘરે ગયા હતા તેવુ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...