બેઠક:માણસા પાલિકા વિસ્તારના 9 તળાવના જોડાણનો રિપોર્ટ ઝડપથી આપો; સીએમ

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યપ્રધાને માણસાની મુલાકાત લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી - Divya Bhaskar
મુખ્યપ્રધાને માણસાની મુલાકાત લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી
  • બાલવા -માણસા વચ્ચેના માર્ગના નવીનીકરણની દરખાસ્ત પણ રજૂ કરવા આદેશ
  • મુખ્યમંત્રીએ માણસામાં જિલ્લાના વહિવટી અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી તાગ મેળવ્યો

રાજ્યના મુખ્યમંત્રી માણસાની મુલાકાતે પહોંચ્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રીના વતનમા જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમા પાલિકા વિસ્તારના 9 તળાવના આંતરીક જોડાણ બાબતનો રીપોર્ટ ઝડપી મોકલી આપવા પણ જણાવ્યુ હતુ. જ્યારે કલોલ માણસા રોડનુ કામ ઝડપી પુરુ કરવા માટે સૂચનાઓ આપવામા આવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે કેન્દ્રિય મંત્રી અમિત શાહના વતન માણસામા પહોંચ્યા હતા. જ્યા પહેલા જિલ્લા ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ માણસા નગર પાલિકા હોલમા જીલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

પાણીનો બગાડ થાય નહિ અને પાણીના તળ ઊંચા આવે તે માટે માણસા નગરપાલિકા વિસ્તારના નવ તળાવનું આંતરિક જોડાણ કરવાનો પ્રાથમિક રીપોર્ટ ઝડપી રજૂ કરવા આદેશ કર્યા હતા. કલોલ માણસા હાઇવેના કામ બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગત મેળવી હતી અને કામને ઝડપભેર પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. બાલવા માણસા વચ્ચેના માર્ગના નવિનીકરણની દરખાસ્ત રજૂ કરવા પણ અધિકારીઓને આદેશ કર્યા હતા.ગાંધીનગર જિલ્લા કલેક્ટર ડૉ. કુલદીપ આર્યએ મુખ્યમંત્રીને જિલ્લામાં રાજ્ય સરકારની વિવિધ ફલેગશીપ યોજનાઓના અમલીકરણ અને પ્રાપ્ત થયેલ લક્ષ્યાંકોની વિગતો આપી હતી.

માણસા શહેર અને મતવિસ્તારને લગતા પ્રશ્નો બાબતે ચર્ચા કરતા રેવન્યુ રેકોર્ડની નીતિ બાબત, માણસાથી બાલવા રોડને ફોર લેન બનાવવા, કલોલથી માણસાના રોડનું ઝડપથી કામ પૂર્ણ થાય તો બાલવાથી રાધેજા રોડની મંજૂરી અટકી હોય તો તેનો ઝડપી ઉકેલ લાવી કામ પૂર્ણ કરવા તથા માણસા શહેરને ગાંધીનગર રોડથી વિજાપુર રોડને જોડતો રીંગરોડ મળે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.સીએમએ ભાજપના સંનિષ્ઠ કાર્યકરના ઘરે ભોજન કર્યુ હતુ.બીજી તરફ સીએમની મુલાકાતને રાજકીય રીતે જોવાઈ રહી છે. કેન્દ્રિય ગૃહમંત્રીનુ વતન હોવા છતા અહિંયા કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાતા સીએમ દ્વારા કાળી ટીલીને ભુસવાનો પ્રયાસ ગણાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...