મતદાન:માણસાની 18 પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ, 3 ગામ સંવેદનશીલ

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 ગામમાં સરપંચ અને સભ્યો માટે મતદાન થશે
  • છેલ્લા દિવસે ઉમેદવારોએ સોશિયલ મીડિયા દ્વારા મતદારોને મતદાન કરવા અપીલ કરી

માણસા તાલુકાના 18 ગામમાં સરપંચ અને સભ્યો માટે આજે મતદાન થશે. જેમા 42943 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, ચુંટણીને લગતી તમામ કામગીરી ચૂંટણી અધિકારી દ્વારા પૂરી કરાઈ છે. 51 મતદાન મથક માટેની તમામ સાહિત્ય અને સામગ્રી મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. ચૂંટણીના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ 3 ગામોમાં ચુસ્ત બંદોબસ્ત પણ ફાળવી દેવામાં આવ્યો છે.

માણસા તાલુકાના 18 ગામમાં કાલે સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. જેમાં 17 ગામમાં સરપંચ અને સભ્યો માટે મતદાન થશે. અંબોડ ગામે ફક્ત સભ્ય માટે મતદાન થશે. આ તમામ ગામના કુલ 42943 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી સરપંચ નક્કી કરશે.માણસાના 18 ગામના 56 વોર્ડ માટે કુલ 51 મતદાન મથક છે.

માણસા કોલેજમાં દરેક ગામના મતદાન કેન્દ્રોની જરૂરી સામગ્રી મતદાન પેટી સહિતનું સાહિત્ય પોલિંગ એજન્ટોને સોંપી દેવાયુ છે. મતદાનના દિવસે 360નો વહીવટી સ્ટાફ જોતરાયો છે. શરૂઆતથી જ રસાકસીવાળા ધોળાકુવા, લીંબોદરા અને ઇટાદરા ગામના 20 બુથને સંવેદનશીલ જાહેર કરાયા છે.

જ્યાં પી.એસ.આઈ કક્ષાના અધિકારીનો બંદોબસ્ત ગોઠવાશે, બાકીના અન્ય ગામોમાં 180 પોલીસ કર્મચારીઓ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખડે પગે રહેશે. આ બધા વચ્ચે ઉમેદવારો જીત માટે છેલ્લી ઘડીના પ્રચારમાં લાગી ગયા છે અને ખાટલા બેઠકો તેમજ સોશિયલ મીડિયાથી મતદારોને પોતાના તરફે મતદાન કરવા મનાવવામાં લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...