પોલીસ રેઈડ:માણસામાં ઘરમાં સંતાડેલો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડતી પોલીસ

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માણસાના માલવણવાસમાં બુટલેગર દ્વારા ઘરમાં સંતાડવામાં આવેલો દારૂ બિયરનો જથ્થો પોલીસે પકડી પાડયો હતો. - Divya Bhaskar
માણસાના માલવણવાસમાં બુટલેગર દ્વારા ઘરમાં સંતાડવામાં આવેલો દારૂ બિયરનો જથ્થો પોલીસે પકડી પાડયો હતો.
  • શહેર પોલીસે બાતમીના આધારે માલણવાસ વિસ્તારમાં રેઈડ કરી હતી
  • પોલીસ રેઇડ પાડે તે પહેલાં બુટલેગર ફરાર , દારૂનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

માણસામાં આવેલા માલણવાસ વિસ્તારમાં રહેતો એક ઈસમ પોતાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર લાવી ઘરે છુપાવી વેચાણ કરતો હોવાની બાતમી માણસા પોલીસને મળતા પોલીસે રવિવારે સાંજે પોલીસે ઘરમા રેઇડ કરતા 91 નંગ દારૂ અને બિયરની બોટલો મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ખરાડી તથા એએસઆઇ દિનેશભાઈ મહાદેવભાઇ, મુકેશસિંહ અણદુસિંહ, હે.કો.નરેશભાઈ હરિભાઈ, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ દલપુજી, ચેતનસિંહ,બળવંતસિંહ સહિતનો સર્વેલન્સ સ્ટાફે ગઈકાલે સાંજે માણસા પોલીસ સ્ટેશને હાજર હતો. તે વખતે એ.એસ.આઈ દિનેશભાઇને ચોક્કસ પાકી બાતમી મળી હતી કે, માણસા શહેરમાં આવેલ માલણ વાસ વિસ્તારમાં તળાવની સામે રહેતો બકાજી નટવરજી ઠાકોર નામનો ઈસમ ગેરકાયદે રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો લાવી પોતાના ઘરમાં છુપાવી છૂટક વેચાણ કરે છે.

માણસા પોલીસે ખાનગી વાહનમાં પંચો સાથે લઈ જઈ બાતમી વાળા ઘરે જઈ તપાસ કરતા ઘરમાં કોઈ વ્યક્તિ હાજર મળી આવ્યું ન હતું અને ત્યાર બાદ ઘરમાં તલાસી લેતા ઘરના રૂમમાં મુકેલો અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો તેમજ બીયરના ટીન સહિત વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવતા પોલીસે ચકાસી ગણતરી કરતા કુલ 28940 રૂપિયાની કિંમતની 91 નંગ બોટલો મળી આવી હતી. જ્યારે આ જથ્થો છુપાવી વેચાણ કરનાર બકાજી ઘરે હાજર મળી આવ્યો ન હતો. જેથી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હતી.

અન્ય સમાચારો પણ છે...