તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માણસા શહેરમાં આવેલ મહાકાલી માતાજીના મંદિર પાસેના ફ્લેટમાં રહેતા 2 પરિવારના 2 બાળકો સાઈકલ લઇ ગુમ થયા હતા, જે બાબતે તેમના વાલીએ પોલીસને જાણ કરતાં પોલીસે આ બંને બાળકોને આજોલ ગામ પાસેથી શોધી પરત લાવ્યા હતા. બાળકોએ તેઓ સાઈકલ લઈને ગામડા જોવા માટે ગયા હોવાનું જણાવ્યું હતું.માણસા મહાકાળી માતાજના મંદિર પાસે એના ફ્લેટમાં રહેતા ચારણ હિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ અને ભાવેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ તેમના પરિવાર સાથે અહીં રહે છે, જેમાં હિતેન્દ્રસિંહનો 12 વર્ષીય પુત્ર પ્રેમ અને ભાવેન્દ્રભાઈનો 9 વર્ષનો પુત્ર હેત બંને સારા મિત્રો છે, ત્યારે મંગળવારે સવારે 11:00 વાગ્યે બંને જણા રમવા જવાનું કહીં ઘરેથી નીકળ્યા હતાં.
પરંતુ બપોરે 1 વાગ્યા સુધી ઘરે પરત આવ્યા ન હતા, જેથી બંનેના પરિવાર જનો તેમને શોધવા નીકળ્યા હતાં છતાં પત્તો લાગ્યો ન હતો. જેથી વાલીઓ માણસા પોલીસ સ્ટેશને પી.આઈ પવારને બાળકો ગૂમ થવા બાબતે જાણ કરતા પી.આઈની સૂચના મુજબ સર્વેલન્સના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મહાદેવભાઇ, નરેશભાઈ હરિભાઈ, કોન્સ્ટેબલ બળવંતસિંહ મફતસિંહ, મહેન્દ્રસિંહ દલપુજી વિગેરે બંને બાળકોને શોધવા નીકળી ગયા હતા
અને શોધખોળ દરમિયાન પોલીસે માણસા પાસેના આજોલ ગામ પાસે બંને બાળકોને સાઈકલ લઈને ફરતા જોતા તેમને માણસા પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા આ બંને બાળકોએ પોતે સાઈકલ લઇ ગામડાઓ જોવા માટે નીકળ્યા હોવાનું જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.