હાલાકી:સાદરા-અલુવા વચ્ચે પુલના અભાવે જીવના જોખમે નદી પાર કરતા લોકો

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાદરા-અલુવા વચ્ચે મંજૂર થયેલો પુલ વહેલી તકે બનાવવા આસપાસના ગ્રામજનોની માંગણી છે. - Divya Bhaskar
સાદરા-અલુવા વચ્ચે મંજૂર થયેલો પુલ વહેલી તકે બનાવવા આસપાસના ગ્રામજનોની માંગણી છે.
  • 2 વર્ષથી બ્રિજની મંજૂર અપાઈ છે પરંતુ હજી સુધી કામ શરૂ થયું નથી

માણસા અને ગાંધીનગર જોડતા અલુવાથી સાદરાના બ્રિજને બે વર્ષથી મંજૂરી મળવા છતાં હજુ સુધી કામ શરૂ થયું નથી. જેને પગલે માણસાથી સાદરા જતા હજારો વાહન ચાલકોને ફરીને જવું પડે છે. તો બીજી તરફ હાલ નદીના પ્રવાહ વચ્ચે પણ અનેક લોકો જીવના જોખમે અહીં પસાર થાય છે. હાલ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી માણસા તરફ જવા તથા ગાંધીનગર તાલુકામાં અને દહેગામ તથા સાબરકાંઠા જિલ્લામાં જવા માટે પસાર થતા વાહનચાલકો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યાં છે.

સાદરા-અલુવા વચ્ચે પુલનું કામ મંજૂર થયેલ છે અને ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. છતાં પુલનું કામ અભરાઈએ ચઢાવી દેવાતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે રોષ છે. સાબરમતી નદી પરનો આ પુલ બનવાથી સાદરા ખાતે આવેલા જક્ષણી માતાજીના મંદિરે આવતા શ્રદ્ધાળુઓને પણ માણસાથી ટૂંકો રસ્તો મળે તેમ છે. તેમજ ખેડૂતો તથા ગ્રામજનોને માણસાના માર્કેટનો લાભ પણ મળી શકે તેમ છે. પુલ બનતા માણસાથી સાદરા થઈ ચિલોડાવાળા રસ્તે વાહનચાલકોને હિંમતનગર સ્ટેટ હાઈ-વેનો પણ ટૂંકો રસ્તો અનુકૂળ બની શકે તેમ છે. જેથી આ પુલનું કામ ઝડપી પૂર્ણ કરવા માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...