તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માણસા મામલતદાર કચેરીમાં અધિકારીઓએ રાખેલા અંગત વહીવટદારોના ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તાલુકાના લોકો પરેશાન થઈ ગયા છે. આવા વહીવટદારો સાવ સાચા કામના પણ બહાના બતાવી અધિકારીઓની રહેમ નજરે ખુલ્લેઆમ નાણા પડાવતા હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે. ત્યારે આવા ખાનગી વ્યક્તિઓને હટાવવા માંગ ઉઠી છે.
માણસા મામલતદાર કચેરીમાં કામ માટે આવતા અરજદારોને આ કચેરીમાં અડીંગો જમાવીને બેઠેલા ખાનગી વ્યક્તિઓના કડવા અનુભવ થઈ રહ્યા છે. કારણકે મોટાભાગના અધિકારીઓએ પોતાના વિભાગમાં અરજદારો પાસેથી નાંણા પડાવવા માટે, સેટિંગ અને વહીવટ કરવા પોતાના અંગત વહીવટદારોની બિનઅધિકૃત રીતે નિમણૂક આપી દીધી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે આવા દલાલો બેફામ બન્યા છે. નાના-નાના કામ માટે અરજદારોને પહેલા આ લોકોને મળવું પડે છે. તેમને નાણાકીય વહીવટ થાય પછી જ તેમનું કામ આગળ વધે છે.
જો કોઈ ફાઈલમાં એક કાગળ ઓછો હોય તો પણ આ વહીવટદારો અરજદારને ફોન કરી બોલાવીને અરજી નામંજૂર કરવાની ધમકી આપી નાણાં પડાવતા હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે. અધિકારીઓની રહેમ નજરે કોઈપણ જાતના ડર વિના ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. માણસાની આ કચેરીમાં દસથી બાર ખાનગી વ્યક્તિઓ કચેરીના અલગ અલગ વિભાગમાં અધિકારીના ખાસ માણસ તરીકે રોફ જમાવી લૂંટ ચલાવી રહ્યાનો આક્ષેપો લોકોએ કર્યા છે. અધિકારી પોતે કઈ જાણતા જ નથી તેવું બતાવી બારોબાર સેટિંગ કરી લેતા હોવાના એવા આક્ષેપો ભોગ બનનાર ઘણા અરજદારો કરી રહ્યા છે.
હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈપણ ટેબલનું કામ હોય તો અરજદારે પહેલા આ વહીવટદારોની મંજૂરી લેવી પડે છે. સેટિંગ બાદ જ તેમનું કામ થતું હોવાનો આક્ષેપ કર્યો છે અને આ બધા ખાનગી માણસો પોતાને કચેરીનો કર્મચારી હોવાની ઓળખ આપી સાહેબને આપવા પડશે તેવું કહી મોટી રકમ પડાવી કચેરીને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે ઉચ્ચકક્ષાએથી ઓચિંતી મુલાકાત લઇ તપાસ કરવાની જરૂર છે કે આ વહીવટદારોને કયા નીયમથી કે કોના કહેવાથી છુટો દોર અપાયો છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.