તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારમાર્યો:માણસા શહેરમાં નજીવી બાબતે પરિવાર પર પાડોશીનો હુમલો

માણસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક અને તેની પત્નીએ લોડિંગ રિક્ષાના કાચ તોડી નાખ્યા
  • ઇજાગ્રસ્ત યુવાને માણસા પોલીસ સ્ટેશને હુમલો કરનાર 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

માણસા શહેરમાં કલોલ રોડ પર રહેતા પરિવાર પર પાડોશીએ હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ માણસા શહેરના કલોલ રોડ પર આવેલ ગોકુલધામ ફ્લેટની બાજુમાં રહેતાં નરેશભાઈ સુલતાનભાઈ કાગરીયાએ ફરિયાદ નોંધાવી છે.

લોડીંગ રિક્ષા લતાવતા નરેશભાઈ મંગળવારે સવારે તેમના પત્ની, માતા અને ભાભી સાથે પોતાના ઘરની ઓસરીમાં બેસી વાતો કરી રહ્યા હતા. તે સમયે તેમના પાડોશમાં રહેતા દાદી ગવરીબેન કાગસીયા આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે ‘તમે અમારી વાતો કેમ કરો છો’ તેવું કહેતા યુવાને કહ્યું હતું કે ‘અમે તમારા ઘરની વાતો કરતા નથી’ જેથી તેમના દાદી ઉશ્કેરાઇ જઇ ગમે તેમ બોલવા લાગ્યા હતા અને આ સમયે નરેશભાઈના કાકા મણાભાઇ પ્રભાતભાઇ કાગસીયા, કરણભાઈ મણાભાઈ અને ચેતનભાઈ મણાભાઈ પણ ગવરી બેનનું ઉપરાણું લઇ ઝઘડો કરવા લાગ્યા હતા અને ચેતનભાઇએ લાકડી લઇ નરેશભાઈના માથામાં ફટકારી લોડીંગ રિક્ષાના કાચ તોડી નાખ્યા હતા. તો મણાભાઈ અને કરણભાઈએ પણ નરેશભાઈના પત્ની, માતાને ગડદાપાટુનો માર માર્યો હતો.

આ સમયે ભારે હોબાળો થતાં આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેમને છોડાવ્યા હતા પરંતુ જતા જતા મણાભાઈ અને કરણભાઈએ અમે પોલીસ ખાતામાં છીએ ‘તું અમને કશું જ નહીં કરી શકે’ એવો પોલીસનો ડર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. જે બાબતે ઇજાગ્રસ્ત યુવાને માણસા પોલીસ સ્ટેશને ઝઘડો કરી હુમલો કરનાર ચારે ઈસમો વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી.

અન્ય સમાચારો પણ છે...