ફરિયાદ:આજોલ પંચાયતના બોર કૂવા પરથી મોટર, કેબલની ચોરી

માણસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

માણસા તાલુકાના આજોલ ગામના પંચાયતના બોર કુવાની ઓરડી પરથી ગત રાત્રે કોઈ અજાણ્યા ચોર ઈસમો મોટર અને કેબલ મળી કુલ 22 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે બાબતે આજે ગામના સરપંચે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના આજોલ ગ્રામ પંચાયતનો પોતાનો બોર કુવો ગામના રામદેવપીરના મંદિર પાછળ આવેલો છે. બોરકુવાની ઓરડી પર એક ઓપરેટરને રાખવામાં આવેલો છે. જે ઓપરેટર ગઈકાલે પોતાનું કામકાજ પૂરું કરી સાંજે ઘરે ગયો હતો અને ત્યાર બાદ રાત્રીના કોઈ પણ સમયે અજાણ્યા ઇસમો અહીં ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા. પંચાયતના બોરકુવાની ઓરડીની બહાર ભારે વજનદાર પાણીની મોટર તેમજ 3 મીટર જેટલો કેબલ કાપી ચોરી કરી અંધારાનો લાભ લઇ ભાગી છૂટયા હતા.

જ્યારે ઓપરેટર બુધવારે સવારે બોરકુવા પર ગયો ત્યારે તેની નજર મોટર પડી તો જોવા મળી ન હતી. જેને લઇને તેણે ગામના સરપંચ ભરતસિંહ કિશોરસિંહ ચાવડાને જાણ કરતા પંચાયતના બોર પર આવી આજુબાજુ તપાસ કરી હતી, પણ મોટર અને કેબલનો કોઈ પત્તો ન લાગતા માણસા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને 22 હજારની મોટર અને કેબલની ચોરી કરનાર ચોર વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...