દુર્ઘટના:રાજપુરા ગામ પાસે કારની ટક્કરે મોપેડચાલક ઇજાગ્રસ્ત

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈટાદરા ગામનો યુવક દુકાનના કામ માટે એક કંપનીમાં રિપેરિંગ માટે ઇ બાઇક લઇ જતો હતો

માણસા ખાતે આવેલી બેટરી સર્વિસની દુકાનમાં નોકરી કરતો ઈટાદરા ગામનો યુવક દુકાનના કામ માટે એક કંપનીમાં રીપેરીંગ માટે ઇ બાઇક લઈ ને જઈ રહ્યો હતો. ત્યારે માણસાથી ગાંધીનગર રોડ પર આવેલ રાજપુરા ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલ એક કારના ચાલકે ટક્કર મારતા યુવકને હાથ અને પગ પર ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ કારનો ચાલક પોતાનું વાહન મૂકી ભાગી છૂટ્યો હતો. જે બાબતે માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના ઇટાદરા ગામે કસબામાં રહેતો અફઝલમિયા કાલુમિયા બેલીમ માણસા શહેરમાં આવેલ બેટરી સર્વિસની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં બે દિવસ અગાઉ દુકાન માલિકની સૂચના પ્રમાણે તેમનું ઇ બાઇક લઈ માણસા ગાંધીનગર રોડ પર આવેલ એક કંપનીમાં રીપેરીંગનું કામકાજ કરવા માટે સવારે 10:00 વાગે દુકાન પરથી નીકળી કંપની ઉપર જઈ રહ્યો હતો.

ત્યારે રાજપુરા ગામના પાટીયા પાસે પહોંચ્યો તે વખતે સામેથી આવી રહેલ બ્રેઝા કારના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ગફલત ભરી રીતે ચલાવી સામેથી આવી રહેલા ઈ બાઇકને ટક્કર મારતા બાઈક ચાલક યુવક નીચે રોડ પર પટકાયો હતો.

અકસ્માત ની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે માણસા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી અંદરના દર્દી તરીકે દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. બીજી બાજુ અકસ્માત સર્જનાર કારનો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ભાગી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...