નિરાકરણ લાવવા માગ:માણસાની આંગણવાડી બહેનોએ પડતર પ્રશ્નો મુદ્દે આવેદન પાઠવ્યું

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી નોકરી કરતી બહેનોની સરકાર સામે 10 માગણીનું નિરાકરણ લાવવા માગ

છેલ્લા ઘણા સમયથી રાજ્યની આંગણવાડીની બહેનો પોતાની પડતર માગણીઓ અને વિવિધ પ્રશ્નો સાથે સરકારમાં રજૂઆત કરી તેનો ઉકેલ લાવવા આંદોલન ચલાવી રહી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે માણસા તાલુકાની આંગણવાડીની બહેનોએ માણસા મામલતદારને આવેદનપત્ર આપી તેમની મુખ્યત્વે 10 માગણીનો ઉકેલ લાવવા માટે આવેદનપત્ર આપી પોતાની વ્યથા ઠાલવી હતી.

રાજ્યમાં આંગણવાડીમાં કામ કરતી બહેનો ઘણા લાંબા સમયથી તેમના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરી તેનો ઉકેલ લાવવા માટે પ્રયાસો કરી રહી છે. પરંતુ આંગણવાડી બહેનોની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ત્યારે આજે માણસા તાલુકાની આંગણવાડીની બહેનોએ આવેદન પત્ર આપી મામલતદારને તેમની મુખ્ય માગણીઓ સંદર્ભે માહિતગાર કરી ઉચ્ચકક્ષાએ તેમની વાત પહોંચાડવા અપીલ કરી હતી.

કાર્યકરો મુખ્યત્વે એમના 10 મુદ્દાને લઈને હડતાલ ઉપર ઉતરવુ પડ્યું છે. માનદવેતનના નામે નજીવા વેતનથી કામ કરતી મહિલાઓને મિનિમમ વેજીસ એક્ટ હેઠળ થતું મહેનતાણું ચુકવી આપવાની સાથે લઘુત્તમ માસિક 18 હજારથી 22 હજારની બહેનોની માંગણી છે. સરકારના તમામ ધારા ધોરણ અનુસાર કામ કરતી મહિલા કર્મચારીને સરકારી કર્મચારી તરીકે જાહેર કરવાની પણ માંગ છે.

ઉપરાંત આંગણવાડીનો સમય 10થી 4નો કરવા, નિવૃત થયા પછી જેમ સરકારી કર્મચારીને લાભ મળે છે તે તમામ લાભ પણ આંગણવાડી બહેનોને મળવા જોઈએ, તેડાઘરને કાર્યકરનું તથા કાર્યકરને મુખ્ય સેવિકાની નામ નિયુક્તિ કોઈપણ જાતની વયમર્યાદા સિવાય 45 વર્ષની વયમર્યાદાનો પરિપત્ર કરવા માગ કરાઈ છે.

કાર્ય બોજ હળવો કરવા પણ માંગ સાથે સરકારની યોજનાઓ જેવી કે, પોષણ સુધા, વાલી દિકરી, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, દૂધ સંજીવની યોજના તમામ યોજનાઓને ન્યાય આપવાનું તથા બાળકોને પૂર્વ પ્રાથમિકW શિક્ષણ આપવાનું, અવારનવાર સોંપાતા અન્ય કાર્યો, તાલીમ તેમજ મીટીંગ વગેરે કાર્યોનો બોજ ધાર્યા કરતા ઘણો જ વધારે છે. જેના કારણે મહિલા માનસિક રીતે થાકી જાય છે અને ઓછા વેતને પોતાનું ગુજરાન ચલાવી શકતી નથી.

અન્ય સમાચારો પણ છે...