રજુઆત:માણસા તાલુકા VCE મંડળે માગણીઓ મુદ્દે આવેદન આપ્યું

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ન્યાય નહી મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી

માણસા તાલુકા વીસીઈ મંડળ દ્વારા ગ્રામ પંચાયત ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતનના કાયદાનો ભંગ થતો હોવાના આક્ષેપ સાથે તેમજ પડતર માગણીઓ સંદર્ભે ટીડીઓને એક આવેદનપત્ર આપ્યુ હતુ. કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેતનથી નિમણૂક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો અપાવવા બાબતે માંગ કરી છે. ગુજરાત રાજ્ય વીસીઈ મંડળના 13 હજાર જેટલા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર સાહસિકો પોતાની પડતર માંગણીઓ તેમજ વેતનના મુદ્દે સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.

આ બાબતે રાજ્યના દરેક તાલુકા મથક પર વીસીઇ મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માણસા ખાતે ટીડીઓને આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું હતું કે, વીસીઇ ને એક રૂપિયો પગાર પણ ચૂકવવામાં આવતો નથી. જેથી તેના મૂળભૂત અધિકારોનું હનન થયું છે. અધિકારીઓ દ્વારા દબાણ કરીને રજાના દિવસે તેમ જ રાત્રિના સમયે પણ કામ કરાવવામાં આવે છે. અમુક વિભાગોના કર્મચારીઓનું કામ પણ વીસીઇ પાસે થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત કોમ્પ્યુટર સાહસિકોને ફિક્સ વેતનથી નિમણૂક આપવા, સરકારી કર્મચારી જેવા લાભ આપવા, કોરોના સમયે મૃત્યુ પામેલ વીસીઇને આર્થિક સહાય આપવા, પંચાયત કચેરી દ્વારા મનસ્વી રીતે છુટા કરી દેવામાં આવે છે. બંધ કરવા જેવા પ્રશ્નએ અગાઉ પંચાયત મંત્રી તેમજ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. જે તે સમયે તેમને તમામ પ્રશ્નોના નિરાકરણ બાબતે આશ્વાસન આપ્યું હતું. જેનો હજુ સુધી કોઇ અમલ થયો નથી, જેથી ટૂંક સમયમાં ફિક્સ વેતન પ્રથા તેમજ પડતર પ્રશ્નો બાબતે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...