ત્રાહિમામ:માણસા પંથકમાં 5 દિવસથી વરસાદની બ્રેક લાગી

માણસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની જળબંબાકાર જેવી સ્થિતિની સાથે સાથે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે જિલ્લા સહિત માણસા પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ નહી પડતા અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 

વરૂણદેવ હવે તો કૃપા કરો તેવી પ્રાર્થના લોકો કરતા નજરે પડ્યા
ઉપરાંત વરૂણદેવ હવે તો કૃપા કરો તેવી પ્રાર્થના લોકો કરતા નજરે પડી રહ્યા છે. કારણ કે પાંચ દિવસથી વરસાદી માહોલ હોવા છતાં વરસાદ પડતો નથી જેના કારણે અસહ્ય ઉકળાટને લીધે વયોવૃદ્ધ અને બિમાર વ્યક્તિઓની હાલત વધુ કફોડી બની રહી છે. જિલ્લામાં ચારેબાજુ ભરપૂર પડી રહ્યો છે. જ્યારે માણસામાં વરસાદ હાથતાળી આપી જતો રહ્યો છે. વરસાદી માહોલતી લોકોને વરસાદ થવાની આશા જાગે છે, પરંતુ વરૂણદેવ જાણે લોકોથી રિસાઈ ગયા હોય તેમ લાગે છે. જેના કારણે અસહ્ય ઉકળાટને લીધે લોકો પરસેવાથી નાહતા નજરે પડતા હતા. ત્યારે વરૂણ દેવના રિસામણા દુર થાય અને મન મૂકીને વરસાદ પડે તો અસહ્ય ઉકળાટમાંથી લોકોને છુટકારો મળે તેવી પ્રાર્થના લોકો કરતા નજરે પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...