રજૂઆત:માણસા પંથકના ખેડૂતોના બોરકૂવાના TP બદલવા માંગ

માણસા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સફોર્મર બદલવામા થતા સમયને ઘટાડો

માણસા તાલુકામાં રહેતા ખેડૂતોના બોરકુવા પર વીજ કંપની દ્વારા નાંખવામાં આવેલા ટ્રાન્સફોર્મર છેલ્લા એક મહિનાથી બળી જવાના બનાવો વધ્યા છે. વીજ કંપની દ્વારા ખેડૂતોને ચારથી પાંચ દિવસે તે બદલી આપવામાં આવે છે. ત્યારે ખેડૂતો આ સમયગાળો ઘટાડીને 24 કલાકમાં બદલી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.

માણસા પંથકમાં એક માસથી કૃષીવીજ જોડાણ ધરાવતા ખેડૂતોને પોતાના બોરકૂવા પર મુકેલ ટ્રાન્સફોર્મર તાત્કાલિક બદલી આપવામાં આવતા નથી તેવી ફરિયાદ ઉઠવા પામી છે. જે બાબતે ખેડૂત હિત રક્ષક સમિતિના કન્વીનર કચરાભાઈ ચૌધરી અને રામુભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ આ વર્ષે માણસા પંથક તથા સમગ્ર જિલ્લામાં ગાજવીજ સાથે થયેલા ભારે વરસાદ ના કારણે ખેડૂતોના બોર કૂવા પર મુકેલ ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ થવાથી ઘણી જગ્યાએ બળી ગયા છે. સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડવાથી ખેડૂતો બોરનો માત્ર દૈનિક અડધો કલાકથી વધારે ઉપયોગ કરતા નથી.

પરંતુ પોતાના દૂધાળા પશુઓને પાણી પીવડાવવા માટે વધુ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ખેડૂતો ટ્રાન્સફોર્મર જલ્દી બદલી આપવા માટેની માંગણી લઇને વીજ કંપનીમાં જાય ત્યારે ઉડાઉ જવાબ મળતો હોવાની ફરિયાદો ઉઠી છે. આ સમયે ખેડૂતો પોતાની તકલીફ અંગે રાજકીય અગ્રણીઓને સંપર્ક કરવા પ્રયત્ન કરે છે પણ તેઓ પણ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી તેમના તરફથી પણ કોઈ મદદ મળતી નથી.

અન્ય સમાચારો પણ છે...