તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માણસાની બેંકમાં નોકરી કરતા કર્મચારીએ આજોલ ગામના ખેડૂત પાસેથી હાથ ઉછીના લીધેલા સાડા બાર લાખ રૂપિયા સામે ખેડૂતને ચેક આપ્યો હતો જે બેંકમાં ભરતા ખાતામાં બેલેન્સ ન હોવાના કારણે રિટર્ન થયો હતો જેથી ખેડૂતે માણસા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.જે કેસ ચાલી જતા માણસા કોર્ટે ફરિયાદ ગ્રાહ્ય રાખી ચેક આપનાર આરોપીને બે વર્ષની સાદી કેદ અને સાડા બાર લાખ રૂપિયા ચૂકવવા હુકમ કર્યો હતો.
આજોલ રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા પટેલ ગોવિંદભાઈ માણસા સ્ટેટ બેંકમાં ખાતું ધરાવતા હતા અને બેંકના કામકાજ માટે બેંકમાં જવાનું થતું હતું તે વખતે અહીં પટાવાળા તરીકે નોકરી કરતા અને (હાલ રહે. 233, મહાસુખ નગર, કૃષ્ણનગર, નોબલ સ્કૂલ પાસે નરોડા) અમદાવાદ ખાતે રહેતા ચાવડા સુરેશસિંહના પરિચયમાં આવ્યા હતા અને ગાઢ સંબંધો બંધાતા સુરેશસિંહે ગોવિંદભાઈ પાસેથી સાડા બાર લાખ રૂપિયા પોતાના અંગત કામ સારું હાથ ઉછીના લીધા હતા અને આ રકમ નક્કી કરેલી મુદતમાં ચૂકવી આપવાની શરત પણ કરવામાં આવી હતી તે શરત મુજબ ગોવિંદભાઈ પોતાની રકમ પરત માંગતા વાયદા કર્યા હતા.
બાદમાં સુરેશસિંહ પરત ચુકવવાની થતી રકમ નો ચેક ગોવિંદભાઈને આપ્યો હતો જે ચેક ગોવિંદભાઈએ બેંકમાં ભરતા ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાના કારણે પરત ફર્યો હતો જેથી ગોવિંદભાઈ આ બાબતની જાણ ચેક આપનાર ને કરી હતી તેમ છતાં તેનો યોગ્ય પ્રત્યુત્તર ન મળતા આખરે તેમણે માણસાના એડવોકેટ મેહુલ ભટ્ટ મારફતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 મુજબ નોટિસ મોકલી હતી. દરમિયાન આ નોટિસની બજવણી થયા બાદ પણ રકમ પરત ન મળતા આખરે ખેડૂતે માણસા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી જ્યાં ફરિયાદી તરફે એડવોકેટ મેહુલ ભટ્ટની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઇ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.પી પટેલ દ્વારા ચેક રિટર્ન બાબતે આરોપીને સજા ફરમાવી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.