તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:વધતી જતી મોંઘવારીને પગલે માણસા કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન

માણસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રેલી અટકાવી કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરી

માણસા ખાતે કોંગ્રેસે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોંઘવારી મુદ્દે રેલી સ્વરૂપે સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરી રેલીને વિખેરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર શુક્રવારે માણસા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્ય ડો.સી. જે. ચાવડાના નેતૃત્વમાં મિટિંગ મળી હતી. જેમાં વધતી જતી મોંઘવારી ડીઝલ-પેટ્રોલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન તેમજ આગામી કાર્યક્રમો વિષે ચર્ચા વિચારણા કરાઈ હતી.

જેમાં ગાંધીનગર જિલ્લા પ્રભારી મહેન્દ્રસિંહ બારૈયા, માણસાના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય બાબુસિંહ ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરવતસિંહ ચાવડા, એનએસયુઆઇ, યુથ કોંગ્રેસ, સેવાદળ, મહિલા સંગઠન તેમજ શહેર તથા તાલુકાના તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

પેટ્રોલ-ડીઝલમાં અસહ્ય ભાવ વધારાના કારણે જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુમાં મોંઘવારીનો માર સામાન્ય જનતા સહન કરી રહી છે અને તે મુદ્દે પ્રજાના આક્રોશ, વેદનાને વાચા આપવા જન ચેતના અભિયાન અંતર્ગત માણસા શહેર ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે એક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સૂત્રોચ્ચાર અને હાથમાં બેનર સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતેથી નીકળી આગળ વધી રહ્યા હતા તે સમયે પોલીસે તેમને અટકાવ્યા હતા. થોડા સંઘર્ષ બાદ પોલીસે રેલીમાં સામેલ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી રેલી ને આગળ જતા અટકાવી વિખેરી નાંખી હતી.

અન્ય સમાચારો પણ છે...