તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માણસાના એસટી ડેપો પાસે આવેલા સરદાર પટેલ માર્કેટના પાર્કિંગમાં ગઈકાલે સાંજે પ્લાસ્ટિકની થેલીમાં દારૂની ચાર બોટલો લઈ વેચવા ઉભા રહેલા સોજા ગામના બે યુવકોને માણસા પોલીસે બાતમી આધારે ઝડપી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
માણસા પોલીસના એએસઆઇ મુકેશસિંહ, કોન્સ્ટેબલ અતુલકુમાર બળદેવભાઈ, ચેતનસિંહ, કેતનકુમાર, દિનેશકુમાર પોલીસ સ્ટેશને હાજર હતા ત્યારે કોન્સ્ટેબલ અતુલકુમારને બાતમી મળી હતી કે માણસાના સરદાર પટેલ માર્કેટ ના પાર્કિંગમાં સોજા ગામના રાહુલ ત્રિકમલાલ ધારવા(પરમાર) અને સાવનસિંહ કડવાજી ઠાકોર દારૂનું વેચાણ કરે છે અને હાલમાં તેમની પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકત બાતમી આધારે પોલીસ સ્ટેશનથી માર્કેટમાં જઈ જોતાં આ બંને યુવકો પ્લાસ્ટિકની થેલી લઈને અંધારામાં ઉભા રહેલા દેખાયા હતા.
પોલીસે તેમની પાસે જઈ પ્લાસ્ટિકની થેલી તપાસતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ચાર બોટલો મળતા પોલીસે આ બંનેની અંગ જડતી કરતાં તેમની પાસેથી 3 મોબાઈલ મળતા દારૂ ક્યાંથી લાવ્યા અને કોને પહોંચાડવાનો હતો જેવી બાબતોની પૂછપરછ કરતા કોઈ જવાબ આપ્યો નહોતો જેથી પોલીસે 4140ની વિદેશી દારૂ ની ચાર બોટલ અને 5200ના 3 મોબાઇલ મળી કુલ 9340 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.