તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:માણસાના મલાવ તળાવમાં ન્હાવા પડેલા 2 ડૂબ્યા, ધમેડાના યુવકનું મોત નીપજ્યું

માણસા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
માણસાના તળાવમાં ન્હાવા પડેલાં ધમેડા ગામના યુવકનું મોત થયું હતું. - Divya Bhaskar
માણસાના તળાવમાં ન્હાવા પડેલાં ધમેડા ગામના યુવકનું મોત થયું હતું.
  • માણસા ફાયર બ્રિગેડના જવાનો બંનેને શોધી એકને જીવિત બહાર લાવ્યા
  • માણસાના કેશરેશ્વર મહાદેવ મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી
  • પહેલાં ધમેડા ગામનો 21 વર્ષીય યુવાન વધુ ઊંડાઈમાં જતાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો

માણસા શહેરના સિવિલ હોસ્પિટલ સામે આવેલા મલાવ તળાવમાં ગઈકાલે બપોરે ધમેડાનો યુવક અને એક અજાણ્યો પુરુષ ન્હાવા માટે ગયા હતા, ત્યારે તેઓ વધુ આગળ જતાં ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. આ જોઈ કોઈએ માણસા ફાયરને જાણ કરી હતી અને ફાયરની ટીમે બંનેને શોધી એકને જીવિત બહાર લાવ્યા હતા જ્યારે ધમેડાના યુવક ને માણસા સિવિલ માં લઇ જતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો

મહા શિવરાત્રી હોવાથી માણસાના કેશરેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની ભીડ જામી હતી અને શહેરના આસપાસના ગામના લોકો અહીં દર્શન માટે આવતા હતા. ધમેડાનો 21 વર્ષીય યુવક નિતીનજી રાણાજી ઠાકોર પણ આ મંદિરે ગઈકાલે બપોરે દર્શન માટે આવ્યો હતો અને મંદિરની પાસે આવેલા મલાવ તળાવમાં નહાવા ઉતર્યો હતો પરંતુ તે જેમ આગળ ગયો તેમ પાણીની ઊંડાઈ વધતા તે ડૂબવા લાગ્યો હતો, સાથે જ અન્ય એક આઘેડ પુરુષ પણ તળાવમાં ડૂબી રહ્યો હતો.

જોકે આસપાસ ઊભા રહેલા લોકોએ તેમને ડૂબતા જોઈ માણસા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગની ટીમે બંનેની શોધખોળ હાથ ધરી હતી. જો કે, સૌ પ્રથમ ધમેડાના યુવકને શોધી બહાર લવાયો હતો, અને તેને સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે યુવકની સાથે તળાવમાં ડૂબેલા અન્ય એક અજાણ્યા પુરુષને જીવિત શોધી બહાર લવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...