સગવડ:માણસા તાલુકાનું મકાખાડનું રેલવે સ્ટેશન ફરી ધમધમતું થશે

માણસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 40 કિ.મી.ની રેલવે લાઈનને બ્રોડગેજમાંરૂપાતંરિત કરાશે

વર્ષો પહેલા માણસાનું મકાખાડ રેલવે સ્ટેશન માણસા વિસ્તારનું વાહન વ્યવહાર માટે મુખ્ય મથક ગણાતું હતું અને તે સમયમાં ખૂબ જ જાહોજલાલી હતી. વેપારી વર્ગનો મોટાભાગનો માલ સામાન રેલ્વે સ્ટેશન પર ઉતરતો હતો. મુસાફરોને પણ આ રેલ્વે સ્ટેશનથી દૂરની મુસાફરી માટે સગવડ મળી રહેતી હતી.

પરંતુ આ રેલવે સ્ટેશન કાળક્રમે બંધ થયું અને તેને ફરીથી ચાલુ કરવા માટે નેરોગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરવા તેમજ કરી ધમધમતુ કરવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા, તેના ફળ સ્વરૂપે લાઈન બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જેનુ કામ પૂર્ણ થતા માણસાનું રેલવે સ્ટેશનમાં ધમધમતું થઈ જશે.

પ્રાપ્ત માહિતી મુજબ ગાયકવાડ સરકાર વખતે મોટી આદરજ, મકાખાડ વિજાપુર રેલવે લાઇન ચાલુ હતી. જ્યારે માણસા ગાંધીનગરનો રોડ થયો ન હતો. ત્યાં સુધી માણસાનો અવર જવર અને ઘંધા રોજગારનો સમગ્ર વ્યવહાર મકાખાડ રેલ્વે સ્ટેશનેથી થતો હતો. કાળક્રમે અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી થતાં ઘીરે ઘીરે આ રેલ્વે લાઈન વર્ષોથી બંઘ પડી હતી. જેના પરિણામે માણસા તાલુકાનો વિકાસ જોઈએ તેવો થયો નહિ. આ બાબતે માણસાના અગ્રણી દિનેશભાઇ વ્યાસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માણસાના વતની અને ભારત સરકારના ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ તેમજ સંસદ સભ્ય મહેસાણા શારદાબેન પટેલને માણસા તાલુકાના સર્વાંગી વિકાસ ને ઘ્યાનમાં રાખીને રજૂઆત કરી હતી.

વડાપ્રઘાનની સીઘી દેખરેખ હેઠળ મોટી આદરજથી વાયા મકાખાડ વિજાપુરની અંદાજે 40 કી.મીની રેલ્વે લાઈનને રુપિયા 266 કરોડના ખર્ચે બ્રોડગેજમાં રુપાંતરિત કરવાના ટેન્ડર બહાર પડી ચુક્યાં છે.આ કામની એજન્સી નક્કી થતાં 22 મહીનાની અંદર કામ પુર્ણ થતાં માણસા તાલુકાને રેલવેનો લાભ મળતો થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...