તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:લીંબોદરાની મહિલાને મારી નાખવાની ધમકી

માણસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના ઘર પાસે પાઈપલાઈન નખાતી હતી ત્યારે પડોશીએ ઝઘડો કર્યો હતો

માણસા તાલુકાના લીંબોદરા ગામે વિધવા મહિલાના ઘરે પાણીની પાઇપ લાઇન નાખવાની હોવાથી પંચાયતના મજૂરો કામ કરવા માટે આવ્યા હતા તે સમયે પડોશમાં રહેતા દિલીપસિંહ છત્રસિંહ વાઘેલા ત્યાં આવી પહોંચ્યા હતા અને આ તમારો રસ્તો નથી એટલે પાઇપ લાઇન નાખવાની નથી તેવું જણાવી ગાળાગાળી કરવા લાગતા મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં આ ઈસમ વધુ ઉશ્કેરાયો હતો અને પાઇપલાઇન નાંખવા માટે આવેલા મજૂરોને ઝઘડો કરી કામ અટકાવી દઈ એકલી રહેતી મહિલાને મારી નાખવાની ધમકી આપતા આખરે મહિલાએ તેમના પુત્રને ફોન કરી સમગ્ર બનાવ બાબતે વાત કરી આ દિલીપસિંહ અવાર નવાર વિધવા મહિલા ઘરે એકલી હોય તે સમયે જઈ બિભત્સ માગણી પણ કરતો હોવાનું જણાવતા તેમનો પુત્ર તેની માતાને લઈ માણસા પોલીસ સ્ટેશને દોડી આવ્યો હતો જ્યાં તેને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...