તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાની દહેશત:સોલૈયામાં કોરોના વચ્ચે સફાઈના અભાવે ગંદકીના થર જામ્યા

માણસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માણસાના સોલૈયા ગામે સફાઈના અભાવે ગંદકીના થર જામ્યા છે. - Divya Bhaskar
માણસાના સોલૈયા ગામે સફાઈના અભાવે ગંદકીના થર જામ્યા છે.
  • સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોની હિજરત કરવા ચીમકી

સોલૈયા ગામમાં હાલ ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે તેમજ ગંદકીના પણ થર જામી ગયા છે જેના કારણે ગ્રામજનો ભવિષ્યમાં મોટો રોગચાળો થવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ હિજરત કરવાની ચીમકી પણ આપી છે.

સોલૈયા ગામ અત્યારે કોરોનાની મહામારીના સમયમાં નોંધારું બન્યું છે કારણકે સરપંચની મુદત પૂરી થયા બાદ ગામમાં વહીવટદારની નિમણૂક કરાઈ છે પરંતુ ગ્રામજનોની ફરિયાદ મુજબ વહીવટદાર ગામનું કોઈ ધ્યાન રાખતા નથી અને ભાગ્યે જ કોઈક દિવસ ઉડતી મુલાકાતે આવીને જતા રહે છે જેના કારણે ગ્રામજનોના પ્રશ્નોનો કોઈ ઉકેલ આવી શકતો નથી.

આ ઉપરાંત પણ ગામમાં પહેલા બે બોરનું પાણી આપવામાં આવ્યું હતું પરંતુ વહીવટદાર આવ્યા પછી ફક્ત એક જ બોરનું પાણી ગામમાં આપવામાં આવે છે જેના કારણે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રામજનો ભર ઉનાળે પાણીની સમસ્યાથી પણ પીડાઈ રહ્યા છે કોરોના ની પહેલી લહેર વખતે સરપંચે ગ્રામજનો સાથે મળીને સુંદર આયોજન કરી ઉકાળા,સેનેટાઈઝર અને જનજાગૃતિથી કોરોના ને અટકાવવામાં સફળ રહ્યા હતા.

પરંતુ કોરોનાની આ બીજી ઘાતક લહેરમાં મોટા પ્રમાણમાં કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંક પણ ગામમાં વધી ગયો છે એવા સંજોગોમાં હાલ જાણે કે ગામમાં કોઈ રણીધણી જ નથી તેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે ગામમાં તલાટીની હાજરી અનિયમિત હોવાના કારણે ગામ લોકોના રોજીંદા કામ પણ અટકી પડે છે ત્યારે ગ્રામજનો વહીવટદારની ગેરહાજરી બાબતે અને ગામમાં સાફ સફાઈ તેમજ ગંદકી દૂર કરવા બાબતે તાલુકા અને જિલ્લા કક્ષાએ અનેક રજુઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...