તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:માણસામાં જૂની અદાવતમાં ઘર ઉપર પથ્થરમારો થતાં યુવકને થયેલી ઈજા

માણસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમલગ્નની અદાવતમાં 2 પરિવાર વચ્ચે મારામારી થઈ હતી
  • 2 જૂથ વચ્ચે ઝગડો થતાં 1 પરિવારના લોકો પાઈપ , લાકડી સાથે ધસી આવ્યા હતા: માણસા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

માણસાના હનુમાનપુરા વિસ્તારના વાલ્મિકીવાસમાં રહેતા બે પરિવારો વચ્ચે પ્રેમલગ્ન બાબતની અદાવતમાં ગઈકાલે સાંજે સામસામે પથ્થરમારો થતાં પોલીસ દોડી આવી હતી ત્યારે મામલો શાંત પડ્યો હતો આ ઘટનામાં એક ઈજાગ્રસ્ત યુવકને અમદાવાદ ખસેડાયો છે.

માણસાના વાલ્મિકીવાસમાં રહેતા 35 વર્ષીય મુકેશકુમાર ઉર્ફે સન્ની મનોજભાઈ વાઘેલાના કાકાની દીકરીએ આ વાસમાં રહેતા ઉમંગભાઈ વાઘેલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે બાબતે જે તે વખતે બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ગઈકાલે બપોરે સની ઘરેથી નોકરી જવા માટે નીકળ્યો હતા તે સમયે ભાવેશ વાઘેલા, ધીરજ વાઘેલા, રોનક ાઘેલા અને રમણભાઈ લોખંડની પાઇપ અને લાકડીઓ લઇ ઉભા હતા અને શનિને રોકી અગાઉ થયેલા ઝઘડામાં અમને કેમ માર માર્યો હતો તેવું કહી નાખવાની ધમકી આપી માર મારવા લાગ્યા હતા જેથી આજુબાજુથી દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડ્યો હતો તો સામા પક્ષે અનિતાબેન વાઘેલાની ફરિયાદ મુજબ તેમના કાકાનો દીકરો સની લાકડી લઈને આવ્યો હતો અને પ્રેમલગ્નની અદાવતમાં મારી નાખવાની ધમકી આપતો હતો અને તે વખતે તેના અન્ય કુટુંબીજનો નીરૂબેન, ચંદ્રિકાબેન હરીશભાઇ, નીતિનભાઈ, મનીષાબેન અક્ષયભાઈ,ભાનુબેન,ભારતીબેન દિલીપભાઈ, ધવલ, અક્ષય અને વિજય પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો. જે બાબતે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી માણસા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...