તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:માણસામાં નજીવી બાબતે પરિવાર ઉપર હુમલો થતાં 1 યુવાનને ઈજા

માણસા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘તમે અમારી વાતો કેમ કરો છો’ તેવું કહીને માર માર્યો
  • ‘અમે પોલીસખાતામાં છીએ તું અમને કશું જ નહીં કરી શકે’ એવો ડર બતાવી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં કરાયેલો ઉલ્લેખ

માણસામાં કલોલ રોડ પર રહેતો એક યુવકના પરિવારના લોકો આજે સવારે ઘરમાં બેસી વાતો કરતા હતા. તે સમયે પાડોશમાં રહેતા તેમના દાદીએ તેમની વાતો કેમ કરો છો એવું કહી ઝઘડો કરી ત્રણ વ્યક્તિઓએ ભેગા મળી યુવાનના પરિવારને લાકડી તેમજ ગડદાપાટુનો માર મારતા ઇજાગ્રસ્ત યુવાને માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માણસાના ગોકુલધામ ફ્લેટ ની બાજુમાં રહતા અને લોડીંગ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા નરેશભાઈ સુલતાન ભાઈ કાગસીયા શનિવારે સવારે તેમના પત્ની, માતા અને ભાભી સાથે પોતાના ઘરની ઓસરીમાં બેસી સામાજિક વાતો કરી રહ્યા હતા તે સમયે તેમના પાડોશમાં રહેતા દાદી ગવરીબેન કાગસીયા આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તમે અમારી વાતો કેમ કરો છો તેવું કહેતા યુવાને કહ્યું હતું કે અમે તમારા ઘરની વાતો કરતા નથી જેથી તેમના દાદી ઉશ્કેરાઇ જઇ ગમે તેમ બોલવા લાગ્યા હતા અને આ સમયે નરેશભાઈના કાકા મણાભાઇ પ્રભાતભાઇ કાગસીયા,કરણભાઈ મણાભાઈ અને

ચેતનભાઈ મણાભાઈ પણ ગવરી બેનનું ઉપરાણું લઇ ઝઘડો કરવા લાગ્યા હતા અને ચેતનભાઇએ લાકડી લઇ નરેશભાઈના માથામાં ફટકારી લોડીંગ રીક્ષા ના કાચ તોડી નાખ્યા હતા તો મણાભાઈ અને કરણભાઈએ પણ નરેશભાઈના પત્ની,માતાને ગડદાપાટુનો માર માર્યો હતો આ સમયે હોબાળો થતાં લોકોએ તેમને છોડાવ્યા હતા પરંતુ જતા જતા મણાભાઈ અને કરણભાઈએ ‘અમે પોલીસખાતામાં છીએ તું અમને કશું જ નહીં કરી શકે’ એવો પોલીસનો ડર બતાવી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા જે બાબતે ઇજાગ્રસ્ત યુવાને માણસા પોલીસ સ્ટેશને હુમલો કરનાર ચારે ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...