હાલાકી:પડુસ્મામાં નર્મદાની લાઈનમાં એર વાલ્વ લીક થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

માણસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માણસા તાલુકાના પડુસમા ગામની સીમમાંથી સોલૈયા જતા રોડ પરના ખેતરમાં પાણી ફરી વળ્યા છે, અહીં નર્મદાની પાણીની લાઇનમાં નાખવામાં આવેલ એર વાલ્વ લીકેજ થતા ખેતરોમાં પાણી ઘૂસ્યા હતા. જે અંગે ખેડૂતે લાઈન કોન્ટ્રાક્ટરને જાણ કરતા પાંચ કલાક પછી પાણી બંધ થયું હતું. માણસાના બોરુ પંપીગ સ્ટેશનથી નર્મદા કેનાલનું પાણી સિંચાઈ માટે પડુસમા, ચરાડા અને ચડાસણા તરફ પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે. જેની લાઈનો મોટેભાગે ખેતરોમાંથી પસાર થતી હોવાથી અને પાણીનું પ્રેશર પણ વધુ હોવાના કારણે નિશ્ચિત અંતરે એર વાલ્વ મુકવામાં આવ્યા છે. જેમાં શુક્રવારે વહેલી સવારે પડુસમા ગામે જીતેન્દ્રસિંહ ગોપાળસિંહ ચાવડાના ખેતરમાં પાણીની લાઇન પરનો એર વાલ્વ લીકેજ થયો હતો. ભારે પ્રેશર સાથે પાણીના ફુવારા ઉડતા આજુબાજુમાં આવેલા મગફળી વાવેલા ચારથી પાંચ વીઘાના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જે બાબતની જાણ ખેડૂતોએ બોરુ પંપીગ સ્ટેશન પરના જવાબદાર લોકોને કરી હતી. દોડી આવેલા સ્ટાફે પાણીનું લીકેજ બંધ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...