જે.એસ.પટેલનો વિજય:માણસામાં ભાજપે દાયકા બાદ કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી

માણસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના ઉમેદવાર જે.એસ.પટેલનો 39248 મતથી વિજય

માણસા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જયંતીભાઈ પટેલનો રેકોર્ડ 39248 મતોથી વિજય થયો છે. ભાજપ ઉમેદવારને 97,708 જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બાબુસિંહ ઠાકોરને 58460 જેટલા મત મલ્યા હતા અને આ સાથે દસ વર્ષ બાદ ભાજપે માણસા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે તો ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવારની ચૂંટણીમાં કોઈ જ અસર જોવા મળી નહોતી બીજી બાજુ કોંગ્રેસ ના કાર્યકરો ચૂંટણીના છેલ્લા દિવસોમાં નિરુત્સાહ જોવા મળ્યા હતા. ​​​​​​ જેનો ફાયદો ઉઠાવી ભાજપ નું મજબૂત સંગઠન આયોજન બદ્ધ રીતે કામ કરી જંગી બહુમતી સાથે માણસા બેઠક કબજે કરવામાં સફળ રહ્યું હતું .

માણસા વિધાનસભા બેઠક પર છેલ્લા દિવસોમાં કોંગ્રેસે જાણે હથિયાર હેઠા મૂકી દીધા હોય તેમ કોઈપણ જાતનો ઉત્સાહ જોવા મળતો ન હતો. બીજી બાજુ ભાજપ વ્યુહાત્મક રીતે સંગઠનની તાકાતથી માઈક્રો પ્લાનિંગ અને દરેક કાર્યકરને જવાબદારી સોંપી એક એક મત માટે મહેનત કરી મતદાન મથક સુધી લઈ જવામાં સફળ રહ્યા હતા. જેના પરિણામ સ્વરૂપ આ બેઠક પર આજે ભાજપના જે.એસ.પટેલ અત્યાર સુધીના સૌથી મોટા 39,248 મતની જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. સૌથી મોટા 39,248 મતની જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા માણસા બેઠક પર કુલ 1,64,480 મતદારઓએ મતદાન કર્યું હતું.

જે પૈકી ભાજપના ઉમેદવારને 97,708 અને કોંગ્રેસના ઉમેદવાર બાબુસિંહ ઠાકોરને 58,460 મત મળ્યા હતા. માણસા બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના હાથમાં હતી. સવારથી જ જીતના પુરા વિશ્વાસ સાથે ભાજપના કાર્યકરો અને સમર્થકો મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા હતા અને જેમ જેમ જે.એસ.પટેલ જીત ના નજીક પહોંચતા ગયા તેમ તેમ પક્ષના કાર્યકરો અને ટેકેદારો હર્ષોલ્લાસ સાથે જશ્ન મનાવતા હતા અને પરિણામ જાહેર થયા બાદ વિજેતા ઉમેદવાર સમર્થકોની સાથે રેલી સ્વરૂપે અંબોડ મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરી માણસા આવી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...