તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:માણસા તાલુકામાં આવકનો દાખલો કઢાવવા અરજદારો ધક્કા ખાય છે

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માણસામાં આવકના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા પડે છે. - Divya Bhaskar
માણસામાં આવકના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા પડે છે.
  • સામાન્ય બાબતે અરજીઓ નકારાતી હોવાની ફરિયાદો
  • સરળતાથી આવકના દાખલા મળે તેવી વ્યવસ્થા ગોઠવવા લોકોની માંગ

માણસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેલાં અરજદારોને આવકના દાખલા માટે ધરમધક્કા થઈ રહ્યાં છે. જેમાં સામાન્ય બાબતે પણ ફોર્મ રિઝેક્ટ કરાતાં નાગરિકો પરેશાન થઈ જાય છે. માણસા તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારી કે શૈક્ષણિક કામકાજ માટે આવકના દાખલાની જરૂર પડતી હોય છે. આ માટે તેઓ ગ્રામ પંચાયતથી લઈને મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્ર સુધી ધક્કા ખાઈ રહ્યાં છે. જેમાં તમામ વિગતો ભરી નકલો સામેલ કરી ચકાસણી બાદ જમા કરાવતું ફોર્મ નકારી દેવાતું હોવાની ફરિયાદ ઉઠી છે.

અરજી ફોર્મમાં કુટુંબના સભ્યોની સંખ્યા અને નામ બતાવવાના હોય છે તેના માટે અરજદારે રેશનકાર્ડની પ્રમાણિત નકલ મૂકેલી હોવા છતાં તેને નકારી દેવાય છે. અન્ય કારણો બતાવી નિયત સમયમર્યાદામાં અરજદારને આવકનો દાખલો મળી શકતો નથી. જેના કારણે તે એક દાખલા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને બે-ત્રણ ધક્કા ખાવા પડે છે.

એક તરફ સરકાર સેવાસેતુ જેવા કાર્યક્રમોથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ઘરબેઠા આવા પ્રકારના દાખલાની સગવડ કરી આપે છે. તે સમયે એકાદ ડોક્યુમેન્ટ કે નકલ ઓછી હોય તો રસ્તો કાઢી લેવાયે છે અને સ્થળ પર જ અરજીનો નિકાલ થઈ જતો હોય છે. પણ જ્યારે આ જ ગામડાનો અરજદાર સરકારી કચેરીમાં જાય ત્યારે ધક્કે ચઢી જતો હોય છે. માણસા તાલુકાના આ રીતે પરેશાન થયેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે અધિકારીઓને સૂચનો આપી નિયત સરળતાથી આવકના દાખલા મળે તે માટે માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...