કૃષિ પ્રી–વાઇબ્રન્ટ સમિટ:માણસામાં 1000 ખેડૂતે કોન્કલેવ ઓન નેચર ફાર્મિંગ કાર્યક્રમ નિહાળ્યો

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માણસા ખાતે આણંદમાં યોજાયેલ નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગનો જીવંત પ્રસારણ ટુ વે કાર્યક્રમ યોજાયો હતો. - Divya Bhaskar
માણસા ખાતે આણંદમાં યોજાયેલ નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગનો જીવંત પ્રસારણ ટુ વે કાર્યક્રમ યોજાયો હતો.
  • આણંદના નેશનલ કોન્કલેવનો જીવંત પ્રસારણ ટુ વે કાર્યક્રમ યોજાયો
  • વડાપ્રધાન​​​​​​​ મોદીએ વર્ચ્યુઅલથી દેશના ખેડૂતોને સંબોધ્યા હતા

ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ 14થી 16 ડિસેમ્બર દરમિયાન કૃષિ પ્રી–વાઇબ્રન્ટ સમિટનું આયોજન આણંદ ખાતે કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુરૂવારે નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગનું જીવંત પ્રસારણ ટુ વે કાર્યક્રમ ગાંધીનગર જિલ્લામાં માણસા ખાતે યોજાયો હતો. કોન્કલેવમાં વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશના તમામ ખેડૂતોને સંબોધન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અને કેન્દ્રીય કૃષિ મંત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે તેમના વિચારો રજૂ કર્યા હતા. માણસા ખાતેની 41 ગામ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે યોજાયેલ કોન્કલેવનું જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 1 હજારથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. માણસા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં માણસાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલ, કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...