તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:માણેકપુરમાં એક જ રાતમાં 8 સ્થળે તાળાં તૂટ્યાં, નિવૃત્ત PSIના ઘરમાંથી 4.35 લાખ મત્તાની ચોરી

માણસા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 દૂધ કેન્દ્રો અને 3 પાન પાર્લરને નિશાન બનાવ્યાં, માણસા પોલીસે તપાસ શરૂ કરી
  • મહાકાળી પાર્લરનું તાળું તોડી તેમાંથી રૂ.12000ની રોકડ, મેલડી પાન પાર્લરમાંથી પણ રૂ.12000ની રોકડ
  • ખુશ્બુ પાન પાર્લરનું પણ શટર તોડી તસ્કરોએ 3000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી

માણસા પાસેના માણેકપુર ગામમાં એક જ રાતમાં 8 સ્થળે તાળા તૂટતાં ખળભળાટ મચી ગયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ કેન્દ્રોને નિશાન બનાવતી તસ્કર ટોળકી શનિવારે રાત્રે માણસા તાલુકાના માણેકપુર ગામ માં ત્રાટકી હતી. બિહોલાના માઢની બહાર રહેતા અને નિવૃત પી.એસ.આઈ સતુજી ઈશ્વરજી બિહોલાના બંધ ઘરની જાળીનું તાળું તોડી ચોર ઈસમોએ ઘરના છેલ્લા રૂમમાં પડેલી તિજોરીના તાળા તોડી તેમાં મૂકવામાં આવેલા સોના-ચાંદીના 432000 કિંમતના દાગીના અને 3000 રોકડા મળી કુલ 4,35,000 ચોરી કરી હતી. આ સાથે ગામમાં આવેલ મહાકાળી પાર્લરનું તાળું તોડી તેમાંથી 12000 રૂપિયાની રોકડ, મેલડી પાન પાર્લર માંથી પણ 12000 રૂપિયાની રોકડ, ખુશ્બુ પાન પાર્લરનું પણ શટર તોડી 3000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી.

બળીયાનગરમાં આવેલ દૂધ ડેરીના કેન્દ્ર નંબર 2-ના ગોડાઉનનું તાળુ તોડી ઘીના 11 પાઉચ તેમજ 700 રૂપિયા રોકડાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ગામમાં આવેલ અન્ય દૂધ ડેરીના કેન્દ્ર નંબર 1,3 અને 4 ના પણ તાળાં તોડ્યા હતા પરંતુ ત્યાંથી કઈ હાથ લાગ્યું ન હતું ગામમાં ચોર આવ્યા હોવાની અને તાળા તુટયા હોવાની વાત વાયુ વેગે ફેલાતા કોઈએ આ બાબતની જાણ કરાતા માણસા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અજાણ્યા ચોર ઇસમોનું પગેરું મેળવવા માટે કવાયત હાથ ધરી સતુજી બિહોલાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. 8 સ્થળે તાળા તૂટતાં આપસાપના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામ્યો હતો. તેમજ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...