સુવિધાનો અભાવ:બિલોદરામાં પાણી, ગટર અને રસ્તાની સમસ્યાથી કંટાળી લોકોએ બંડ પોકાર્યો

માણસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
બિલોદરાના ગ્રામજનોએ ગટર, પાણીની સમસ્યાની TDOને રજૂઆત કરી. - Divya Bhaskar
બિલોદરાના ગ્રામજનોએ ગટર, પાણીની સમસ્યાની TDOને રજૂઆત કરી.
  • માણસા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતાં રૂબરૂ મુલાકાત કરવા મજબુર કર્યા
  • જિલ્લામાં હજી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે

માણસા તાલુકાના બિલોદરા ગામમાં ગટર, પીવાના પાણી, રોડ રસ્તા સાફ સફાઈ જેવી અનેક સમસ્યાઓથી ત્રસ્ત ગ્રામજનો દ્વારા આજે મંગળવારે માણસા તાલુકા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપ્યુ હતુ. ગામની મુશ્કેલીઓ અને પંચાયતમાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ઉગ્ર રજૂઆત કરી તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે માગણી કરી હતી. ટીડીઓએ પણ ગ્રામજનોની રજૂઆત સાંભળી આવતી કાલે રૂબરૂ ગામની મુલાકાત લઇ તેના ઉકેલની ખાતરી આપી હતી.

માણસા તાલુકાના બિલોદરા ગામમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી જાહેર રસ્તા પર વહેતુ હોય છે. જેના કારણે ગામમાં ગંદકી ફેલાયેલી જોવા મળે છે, તે ઉપરાંત પીવાના પાણીની અને ગટરની પાઇપલાઇન બંને નજીક હોય ગટરની પાઈપ લાઈન તૂટે ત્યારે પીવાનાં પાણીની પાઇપલાઇનમાં ભળી જવાના કારણે ગામમાં ગંદુ પાણી આવતું હોય છે. ગામમાં નાંખવામાં આવેલી ગટરની પાઈપો વાહનની અવરજવરને કારણે વારંવાર તૂટી જતી હોવાના કારણે તેનો કાયમી ઉકેલ લાવવા માટે ગામમાં નવી ગટર લાઇન નાખવા સરકાર તરફથી ગ્રાન્ટ મળે તેવી ગ્રામજનો અપેક્ષા રાખી રહ્યા છે.

આ સિવાય પણ ગામમાં અનેક નાની-મોટી સમસ્યાઓથી પરેશાન ગ્રામજનો આજે માણસા તાલુકા પંચાયત કચેરીએ આવી પહોંચ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીને તેમના ગામમાં સાફ-સફાઈ કરવામાં આવતી નથી, રોડ-રસ્તાના કામ અધુરા છે, પાણીની પાઈપલાઈનનો વાલ્વ નાખવામાં આવ્યો નથી, સ્ટ્રીટ લાઈટો બંધ છે, ઠેર-ઠેર ગંદકીના થર જામ્યા છે, પંચાયતની પાણીની મોટર પરત મેળવવી, દલિત સમાજના સ્મશાન ગૃહ સુધી રોડ બનાવવો, ગામમાં ઉકરડાના દબાણો દૂર કરવા ઉપરાંત પીવાના પાણી માટે પહેલા અડધો કલાક માટે પાણીને જવા દેવું પડે છે અને ત્યાર પછી અડધો કલાક પાણી ચોખ્ખું આવે છે અને તે પણ ત્રણ દિવસે એકવાર ગામમાં પાણી મળતું હોવાથી ગૃહિણીઓ પણ પરેશાન છે ઘણી વખત ગટર નું પાણી પણ તેમાં ભળી જતું હોવાથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો જોવાઇ રહ્યો છે.

ગામના સરપંચ પંચાયત કચેરીમાં હાજર મળતા નથી, તો તલાટીને પણ ચાર ગામનો ચાર્જ આપેલો હોવાથી તે પણ અનિયમિત આવતા હોય છે અને આ તમામ સમસ્યાની રજૂઆત કરવા માટે આવેલા રજૂઆત કરવા આવેલા ગ્રામજનોએ સરકાર તરફથી મળતી તમામ ગ્રાન્ટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તમામ ગ્રાન્ટ ક્યાં વપરાઇ તેની તપાસ કરવા માટે પણ ઉગ્ર રજૂઆત કરતા તેમની આ બધી સમસ્યાઓને તાલુકા વિકાસ અધિકારીએ સાંભળ્યા બાદ આવતી કાલે રૂબરૂ ગામની મુલાકાત લઇ સમસ્યાઓના ઉકેલ માટે ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...