સારવાર અપાઈ:માણસા તાલુકાના અંબોડમાં અનેક ગાયમાં લમ્પીનાં લક્ષણો દેખાયાં

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોના મતે છેલ્લા અઠવાડિયામાં 50થી ગાયોમાં લમ્પીનાં લક્ષણો દેખાયાં
  • પશુપાલકો​​​​​​​ તેમની નજર સામે જ તેમના પશુને આ રીતે બીમાર હાલતમાં જોઈ ચિંતિત બન્યા

માણસા તાલુકાના અંબોડ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી લમ્પી વાયરસનો પગ પેસારો થયો હોવાની ફરિયાદો ઉઠી છે. ગ્રામજનોનો જણાવ્યા અનુસાર અત્યાર સુધી ગામમાં 50થી 60 ગાયોમાં લમ્પીના લક્ષણો જોવા મળ્યા હતા. એક સાથે આટલી બધી ગાયોમાં વાયરસની અસર થતા ગાંધીનગર તેમજ માણસાના પશુ તબીબો અંબોડમાં દોડી આવ્યા હતા. ઘટનાની વિગત પ્રમાણે રાજ્યમાં લમ્પીના કહેર વચ્ચે માણસા તાલુકામાં પણ લમ્પી વાયરસનો પગ પસરો થયો હોવાનું કહેવાય છે. માણસા તાલુકાના અંબોડ ગામમાં અઠવાડિયા પહેલાં એક-બે ગાયોમાં લમ્પીના લક્ષણો દેખાયા હતા.

ત્યારબાદ ધીરે-ધીરે ગામમાં અન્ય ગાયોમાં લક્ષણો દેખાયા હતા, ગુરૂવાર સુધીમાં તો ગામમાં 50થી 60 જેટલી ગાયોમાં લમ્પીના લક્ષણો દેખાયા હોવાનું ગ્રામજનોનું કહેવું છે. જેને પગલે સમગ્ર મુદ્દે તાત્કાલિક જિલ્લા પશુપાલન વિભાગને જાણ કરાઈ હતી. જેને પગલે ગુરૂવારે મોડી સાંજે જ ગાંધીનગર તેમજ માણસાના પશુ તબીબો અંબોડ ગામે પહોંચ્યા હતા. જ્યાં પશુઓને જરૂરી દવા તેમજ ઘરગથ્થુ ઈલાજ વિશે પશુપાલકોને માહિતગાર કરી સારવાર માટે સૂચન કર્યા હતા. જોકે પશુપાલકો તેમની નજર સામે જ તેમના પશુને આ રીતે બીમાર હાલતમાં જોઈ ચિંતિત બન્યા છે.

આ અંગે જિલ્લા પશુપાલન અધિકારી ડો. સુરેશ પટેલે જણાવ્યું હતું કે, ‘ગામમાંથી ફોન આવ્યો એટલે ટીમને મોકલી હતી. પરંતુ તેમની તપાસમાં તમામ ગાયો ભોજન લેતી હતી. તમામ ગાયોનું રસીકરણ કરી દેવામાં આવ્યું હતું. દસેક ગાયો હતી, તમામને સારવાર આપી દેવામાં આવી હતી.’ગાયો બીમાર હોવાની જાણકારી પશુપાલન ખાતાને આપવામાં આવતા ટીમ દોડી આવી હતી અને સારવાર શરૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...