માણસામાં દોઢ દાયકા પહેલા લગ્ન કરી સાસરે આવેલી પરિણીતાએ લગ્ન જીવન દરમિયાન ચાર પુત્રીઓને જન્મ આપ્યો હતો આ દરમિયાન તેના પતિ સાસુ સસરા અને નણંદે અવાર નવાર દહેજની માગણી કરી તેમજ છોકરીના જન્મ થતાં હોવાના કારણે મહેણા ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા અને આટલા વર્ષો દરમ્યાન બે વખત તે પિયરમાં ચાલી ગઇ હતી અને એક વખત પોલીસ ફરિયાદ કરી હતી તેમ છતાં ઘર સંસાર ન તૂટે તે માટે ફરીથી માણસા આવ્યા બાદ પણ દહેજ બાબતે ત્રાસ અપાતા આખરે તેણે માણસા પોલીસ સ્ટેશને સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર ખાતે રહેતા નિવૃત્ત સરકારી કર્મચારીની પુત્રીને 2007માં માણસા સજ્જનપુરા પાસે આવેલ સોનાપાર્કની બાજુમાં રહેતા હાર્દિકભાઈ કમલેશભાઈ બારડ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. તે વખતે મહિલાના પિતાએ 27 તોલા સોનું અને એક કિલો ચાંદી ઉપરાંત 40 હજાર રોકડ અને ઘરવખરીની તમામ ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપી હતી.
જ્યારે મહિલાને પુત્રીનો જન્મ થયો તે વખતે તેના પિયરમાંથી સામાજિક રીતે થતો બધો વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો. છતાં મહિલાના પતિ સહિત સાસરીયા પિયરમાંથી કશુ લાવી નથી તેવું કહી મેણા ટોણા મારતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.