તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકીય દાવપેચ:હું ભાજપમાં ગયો જ નહોતો, ઇટાદરાના કોંગી ઉમેદવારે કલાકમાં ફેળવી તોળ્યું

માણસા13 દિવસ પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજની ચુંટણીના મતદાન પહેલાં જ રાજકીય દાવપેચ જોવા મળી રહ્યા છે. જેમાં માણસા તાલુકાની ઇટાદર સીટના કોંગ્રેસના ઉમેદવાર દિપકભાઇ પટેલે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યુ નહી. પરંતુ ભાજપના કાર્યાલય જઇને માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ, દૂધસાગર ડેરીના ડિરેક્ટર યોગેશભાઇ પટેલ, ચુંટણી ઇન્ચાર્જ જે.એસ.પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને વિધિવત ભાજપમાં જોડાઇ ગયા હતા. પરંતુ ગણતરીના કલાકો બાદ જ માણસા તાલુકાની ઇટાદરા સીટ ઉપરથી કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભરનાર દિપકભાઇ પટેલે પોતાના નિવેદન બદલી નાંખ્યું હતું.

વધુમાં દિપકભાઇ પટેલે જણાવ્યું છે કે હું મામલતદાર ઓફિસમાં કેટલા ફોર્મ પરત ખેંચાયા તેની માહિતી લેવા ગયો હતો. ત્યાં ભાજપના અમીતભાઇ ચૌધરી સહિત મને ફોસલાવીને કાર્યાલયમાં લઇ ગયા હતા. પરંતુ હું તો કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસનો જ કાર્યકર રહીશ. જો કે, ગણતરીના કલાકો બાદ જ માણસા તાલુકાની ઇટાદરા સીટ ઉપરથી કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભરનાર દિપકભાઇ ે પોતાના નિવેદન બદલી નાંખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો