તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસિક ત્રાસની ફરિયાદ:સમૌમાં છૂટાછેડા માટે કેરોસીન છાંટી મારી નાખવા પતિની ધમકી

માણસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમૌની યુવતીએ માણસા પોલીસમાં સાસરિયાંઓ સામે શારીરિક, માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

માણસા પાસેના સમૌ ગામની યુવતીએ સાસરિયાં સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.જેમાં તેના પતિએ છૂટાછેડા માટે કેરોસીન છાંટી મારી નાખવા પતિની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાતા માણસા પોલીસે આ અંગેગુનો દાખલ કરીતપાસ હાથ ધરી છે.

સમૌ ગામે રહેતા બળદેવભાઈ રાવળની 23 વર્ષીય પુત્રી પાયલબેનના લગ્ન ત્રણ વર્ષ અગાઉ મહેસાણા તાલુકાના લાંઘણજ ગામે રહેતા નિલેશકુમાર રણછોડભાઈ રાવળ સાથે થયા હતા. એક વર્ષ સુધી પરણિતાને તેના પતિએ સારી રીતે રાખી હતી બાદ તેની સાસુ જશીબેન અને બે નણંદોએ ઘરકામની બાબતોમાં ખામીઓ કાઢીને મેણાટોણા મારી માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

બીજી તરફ નારદીપુર ગામે રહેતા આ મહિલાના મામાજી ભીખાભાઈ રાવળ અવારનવાર તેના ઘરે આવી પાયલબેનની વિરુદ્ધ ખોટી કાન ભંભેરણી કરી માનસિક ત્રાસ આપતા હતા તેના સાસુ અને નણંદ તેની બનાવેલી રસોઈમાં પણ ખામી કાઢી તેના પતિને ચઢામણી કરતા હતા. જેથી તેનો પતિ કોઈ વાત સાંભળ્યા વગર ગાળો બોલી મહિલાને ઝઘડો તકરાર કરી અવારનવાર માર ઝુડ કરવા લાગ્યો હતો જેથી નાછૂટકે પરણિતા છ મહિના અગાઉ તેના પિયર સમૌ ગામે આવી ગઈ હતી અને સાસરીમાં તેની સાથે થયેલા વર્તનની સઘળી હકીકત જણાવી હતી પણ પીયર પક્ષના લોકો સમાધાન નીકળશે તેવી આશામાં હતા ત્યારે પાયલબેનનો પતિ નિલેશકુમાર અને તેના મામાજી છુટાછેડાના કાગળો લઇ સહી લેવા સમૌ ગયા હતા ત્યારે પરણીતાએ છૂટાછેડા લેવા ના પાડતાં તેના પતિએ મારે તને રાખવી નથી અને જો ફરીથી મારા ઘરે આવીશ તો કેરોસીન છાંટી સળગાવી દઈશ તેવી ધમકી આપી ચાલ્યો ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...