યુથ ફાઉન્ડેશનની સેવા:બાલવા યુથ ફાઉન્ડેશન દ્વારા ગામમાં ઘરે-ઘરે કચરા કલેક્શનની સેવા

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાલવા ગામમાં ઘરે-ઘરે કચરો એકત્ર કરતું બાલવા યુથ ફાઉન્ડેશન. - Divya Bhaskar
બાલવા ગામમાં ઘરે-ઘરે કચરો એકત્ર કરતું બાલવા યુથ ફાઉન્ડેશન.
  • કોરોનાના પ્રથમ લોકડાઉન વખતે ફાઉન્ડેશન શરૂ થયંુ હતું
  • ભાડાપટ્ટે વાહન લાવીને શરૂઆત 21 મે, 2020માં 2 કર્મચારીઓ સાથે કરી હતી

માણસા તાલુકાના બાલવા ગામના યુવાનો દ્વારા ચાલતા બાલવા યુથ ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ પ્રવૃતિઓ કરાય છે. જેમાં ઘરે-ઘરે કચરો એકત્ર કરવાની તેમની સેવા આખા ગામમાં વખણાય છે. 8000ની જનસંખ્યા ધરાવતા બાલવા ગામ ખાતે કોરોના મહામારીના પ્રથમ લોકડાઉન વખતે બાલવા યુથ ફાઉન્ડેશન શરૂઆત 30 એપ્રિલ 2020માં થઈ હતી. જેમાં સંસ્થાએ સર્વ પ્રથમ પોતાની કામગીરીની શરૂઆત કોરોનામાં ઘરે રહેતા કામદાર અને બેરોજગાર થયેલ કુટુંબો તથા વિધવા તથા ત્યકતા મહીલાઓને અનાજ પુરૂ પાડવાથી કરી હતી. જે બાદ પક્ષીઓ અને પ્રાણીઓ માટે જીવદયા પ્રવૃત્તિ અંતર્ગત ચણ તથા પાણીના કુંડાઓના વિતરણ કરાયું હતું.

સંસ્થાએ પોતાના સૌથી મહત્વકાંક્ષી એવા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ ઉપર કામગીરી શરૂ કરેલ પરંતુ શરૂઆતમાં અપૂરતા ભંડોળના કારણે નવા વાહન તથા કર્મચારીઓનો ખર્ચ પોસાઈ શકે તેમ નહોતો. જેથી યુવાનોએ શરૂઆતમાં ભાડાપટ્ટે વાહન લાવીને કામગીરીની શરૂઆત 21 મે 2020માં 2 કર્મચારીઓ સાથે કરી હતી. 1 મહીનો થતાં ગ્રામજનો દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળતાં યુવાનોએ ઉછીના પૈસા લાવીને નવુ વાહન વસાવ્યું હતું. સ્વાયત એન.જી.ઓ દ્વારા સંચાલીત અધ્યતન જીપીએસ ટેક્નોલોજી દ્વારા મોનીટર થતો ડોર ટુડોર વેસ્ટ કલેક્શન લગભગ ગુજરાતમાં પ્રથમ હશે.

યુવાનોની સેવા જોઈને ગ્રામજનો, ગામની સંસ્થાઓ દ્વારા પણ તેમને ફાળો આપવામાં આવ્યો હતો. આ સેવા બાદ સંસ્થા દ્વારા શાળામાં અધ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા ટેલીસ્કોપ સાથે શરૂ કરી આપેલ છે. સાથોસાથ વખતોવખત ગ્રામ સફાઈ, અધ્યતન ફાર્મસી રૂમ, હાઇસ્કુલ ખાતે હવા ઉજાસ જળવાય એ હેતુસર એલ.ઈ.ડી ટ્યુબ્સ વગેરે સુવિધા ઉભી કરી આપેલ છે. યુવાનો દ્વારા ગામની પડતર જમીનમાં તાર ફેન્સીંગ કરી 300 જેટલા વૃક્ષો વાવી તેની જાળવણી અને માવજત પણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...