તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપ્રસિદ્ધ યાત્રાધામ:મહુડી મંદિર ખાતે કાળીચૌદસે પરંપરાગત રીતે હવન યોજાયો

માણસા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
માણસા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે કાળીચૌદસના દિવસે પરંપરાગત રીતે હવન યોજાયો હતો. - Divya Bhaskar
માણસા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે કાળીચૌદસના દિવસે પરંપરાગત રીતે હવન યોજાયો હતો.
 • ગૃહમંત્રી અને મહેસૂલ મંત્રીએ મંદિરમાં દાદાનાં દર્શન કરી હવનનો લાભ લીધો

માણસા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે આજે કાળી ચૌદસના દિવસે પરંપરાગત રીતે હવન યોજાયો હતો જેમાં શ્રદ્ધાળુઓ એ ઘંટનાદ સાથે નળાસરીને 108 ગાઠ મારી પોતાની મનોકામના પૂરી કરવા અને નવું વર્ષ સુખ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપનારું નીવડે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે આવેલ જૈન મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ કાળી ચૌદસના દિવસે ઘંટાકર્ણ વીરનો હવામાન યોજવામાં આવે છે જેમાં હજારો ભાવિક ભક્તો દેશ-વિદેશથી હવન માં જોડાય છે.

આ હવનમાં પ્રક્ષાલન વિધિ અને આહુતી સમયે થતા ઘંટનાદ વખતે શ્રદ્ધાળુ અને પોતાના હાથમાં રાખેલી લાલ નળાસળીને શ્રદ્ધાપૂર્વક ગાંઠ મારવામાં આવે છે આ પ્રમાણે 108 ગાંઠો મારનાર શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી થતી હોવાનું માનવામાં આવે છે અને આ સમયે મંદિર પરિસરમાં એકદમ શાંત વાતાવરણ જોવા મળતું હોય છે વર્ષમાં ફક્ત એક જ આ કાળી ચૌદસના દિવસે યોજાતા હવનમાં બેસવા માટે અને દર્શનનો લાભ લેવા માટે સ્થાનિક તેમજ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા આજે ફક્ત આમંત્રિત 200 જેટલા વ્યક્તિઓને હવનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું આજના આ ખાસ દિવસે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલ દર્શન માટે આવ્યા હતા અને હવનનો લાભ લઇ લોકોના સ્વાસ્થ્ય સુખ-સમૃદ્ધિ શાંતિ માટે શીશ ઝુકાવ્યું હતું આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટના જજ સહિત જૈન શ્રેષ્ઠીઓ દાતાઓ અને ટ્રસ્ટીઓ પ્રક્ષાલન વિધિ અને હવન માં હાજર રહ્યા હતા તો માણસા મામલતદાર,પી. આઈ સહિત જિલ્લા વહીવટી તંત્ર એ પણ મર્યાદિત પ્રમાણમાં આવેલાં શ્રદ્ધાળુઓને કોઇ પણ જાતની તકલીફ ન પડે તે માટે નું સુંદર આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો