બંદોબસ્ત:ગાંધીનગર ફાયરને 1 વર્ષમાં 221 કોલ મળ્યા: શહેરમાં 167 કોલ

માણસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ દરમિયાન કુલ 770 બંદોબસ્ત કર્યા

ગાંધીનગર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસને વર્ષ 2021ના વર્ષમાં 221 કોલ મળ્યા હતા. જેમાં શહેરી વિસ્તારના 167, જિલ્લાના 40 અને મોકડ્રીલના 14 કોલનો સમાવેશ થાય છે. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2021 વચ્ચે આ કોલ મળ્યા હતા. જેમાં જાન્યુઆરીમાં 12, ફેબ્રુઆરીમાં 17, માર્ચમાં 43, એપ્રિલમાં 41, મેમાં 14, જુનમાં 13, જુલાઈમાં 9, ઓગ્સટમાં 12, સપ્ટેમ્બરમાં 13, ઓક્ટોબરમાં 13, નવેમ્બરમાં 20, ડિસેમ્બરમાં 14 કોલ મળ્યા હતા.

એટલે કે ગાંધીનગર ફાયર વિભાગને સૌથી વધુ કોલ માર્ચમાં અને સૌથી ઓછા કોલ જુલાઈમાં મળ્યા હતા. ફાયર વિભાગે કરેલાં બંદોબસ્તની વાત કરીએ તો ગાંધીનગર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા 2021ના વર્ષમાં 770 બંદોબસ્ત કરવામાં આવ્યા હતા. જેમાં શહેરી વિસ્તારમાં 529, જિલ્લામાં 72, હેલીપેડ પર 146, વિધાનસભામાં 23 બંદોબસ્ત કરાયા હતા. જેમાં જાન્યુઆરીમાં 83, ફેબ્રુઆરીમાં 33, માર્ચમાં 53, એપ્રિલમાં 14, મેમાં 24, જુનમાં 34, જુલાઈમાં 40, ઓગસ્ટમાં 99, સપ્ટેમ્બરમાં 79, ઓક્ટોબરમાં 84, નવેમ્બરમાં 112, ડિસેમ્બરમાં 115 બંદોબસ્ત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...