વિવિધ રમતોની તૈયારી:માણસા કોલેજમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવા કવાયત

માણસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણસા તાલુકાના વિદ્યાર્થીઓને આગામી સમયમાં સ્પોટ્સ સંકુલમાં વિવિધ રમતોની તૈયારી કરી શકશે

ગાંધીનગર જિલ્લાના માણસા નગરની શૈક્ષણિક સંસ્થા સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટીના ઉપક્રમે સંસ્થાકીય વિકાસ અર્થે જાહેર ચર્ચા-વિમર્શનો એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ માટે કોલેજમાં નવા કોર્સ,ભાવિ આયોજન અને કેમ્પસમાં બની રહેલ સ્પોર્ટ સંકુલ અને સ્વિમિંગ પૂલ બાબતે ચર્ચા વિચારણા કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ 1959થી માણસા પંથકમાં ઉચ્ચ શિક્ષણ માટે સતત ચિંતિત અને કાર્યરત એવી સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી સંસ્થાના પ્રમુખ સુનિલભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી સદર જાહેર ચર્ચામાં માનદ મંત્રી ડૉ. વી. એન. શાહ, હર્ષદભાઈ જમનાદાસ ચોક્સી, પિલવાઈ કોલેજના આચાર્ય ડૉ. સંજય શાહ, કેમ્પસ ડાયરેક્ટર નવીનભાઈ વ્યાસ, ડેપ્યુટી કેમ્પસ ડાયરેક્ટર વિશ્વજીતસિંહ રાઓલ, વિજ્ઞાન વિદ્યાશાખાના આચાર્ય ડૉ. જે. આર. શુક્લ, વિનયન-વાણિજ્ય વિદ્યાશાખાના આચાર્યા ડૉ. હાસ્યદાબેન પંડયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

માણસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિવિધ શાળાના આચાર્ય, સારસ્વત મિત્રો અને સરપંચોની ઉપસ્થિતિમાં સંસ્થાના નવીન અભ્યાસક્રમની આવશ્યકતા, વિદ્યાર્થીના જીવન ઘડતર સંબંધી નવા કોર્સ શરૂ કરવા, બદલાતા સમય સાથે તાલમેલ બેસાડવા સબબના આયોજનો હાથ ધરવાં જેવાં અનેકવિધ મુદ્દાઓની સવિશેષ જાહેર ચર્ચા કરવામાં આવી હતી. સંસ્થાની આર્ટ્સ અને સાયન્સ બન્ને કોલેજોમાં ચાલુ સત્રથી સ્ટનોગ્રાફી, બેન્કિગ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, ટેક્સેશન,સાયબર સિક્યુરિટી, લેબ ટેકનીશિયન, સીસીસી, ટેલી જેવા અનેક ગુજરાત યુનિવર્સીટી માન્ય અભ્યાસક્રમ શરૂ થવા જઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...